1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં  –  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે , આ માટે રજીસ્ટ્રેશન એપ લોંચ કરાશે
દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં  –  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે , આ માટે રજીસ્ટ્રેશન એપ લોંચ કરાશે

દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં  –  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે , આ માટે રજીસ્ટ્રેશન એપ લોંચ કરાશે

0
Social Share
  • દેશમાં રસીકરણના કાર્યની તૈયારીઓ ઝડપી બની
  •  એક બૂથ પર રોજ 200 લોકોને ડોઝ અપાશે 
  • વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરવા એપ લોંચ કરાશે

દિલ્હીઃ- ભારતમાં પણ કોરોના વેક્સિનને મંજૂરી અને રસીકરણ અભિયાનની આતુરતાથી રાહ જોવાઈ રહી  છે. કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન અંગે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગ દર્શિકામામં જણાવ્યા પ્રમાણે દેશભરમાં રસીકરણ બૂથ અથવા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. આ બબથ પર દરરોજ 200 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી શકે છે. આ કેન્દ્રો પર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે

વેક્સિન માટે એક એપ્લિકેશન લોંચ કરાશે -જેનું નામ કોવિન હશ

વેક્સિનેશન માટેનું રજીસ્ટ્રેશન ખુબ જ જલ્દી લોંચ થનારી કોવિન એપ્લિકેશન પર કરવું પડશે. આ કેન્દ્રો પર 12માંથી કોઈ પણ એક ઓળખ કાર્ડમાંથી એકની ચકાસણી થયા પછી જ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

વેક્સિન આપ્યાના 30 મિનિટ સુધી લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાશે

વેક્સિન આપ્યા બાદ અડધો કરલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, તેથી કરીને એ જણી શકાય કે કોઈને વેક્સિનની આડ અસર તો નથી થતીને, જો પૂરતી જાળવણીની સુવિધાઓ, પ્રતીક્ષા ખંડ, નિરીક્ષણ કેન્દ્ર માટે જગ્યા રહેશે , તો એક દિવસમાં 200 લોકોને વેક્સિન આપવામાં આવશે.આ પહેલા એક બૂથ પર 100 લોકોને વેક્સિન આપવાની યોજના હતી.

12 ઓળખ આઈડીમાંથી કોઈ પણ એક આઈડીથી વેક્સિન માટે નોંધણી કરાવી શકાશે

વેક્સ,ન લેવા માટે કરાયેલ નોંધણીમાં, વ્યક્તિ પાસે 12 પ્રકારના ફોટો ઓળખ કાર્ડનો વિકલ્પ હશે, જેનો ઉપયોગ કરીને કોઈ પણ કોવિડ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. જેમાં મતદાર આઈડી, આધાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને પેન્શન દસ્તાવેજો શામેલ કરવામાં આવ્યા છે.

પ્રથમ તબક્કામાં 30 કરોડ દેશની જનતાને વેક્સિનનો ડોઝ અપાશે

જે લોકોએ પહેલાથઈ જ વેક્સિન લેવા  માટે નોંધણી કરાવી લીધી છે તેઓને અન્ય લોકોની સરખામણીમાં રસીકરણ કેન્દ્ર વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. રસીકરણ કેન્દ્રમાં કોઈપણ વ્યક્તિની નોંધણી કરાશે નહીં. ઉલ્લેખનીય છએ કેલપ્રથમ તબક્કામાં, વેક્સિનનો પ્રથમ ડોઝ દેશભરના 30 કરોડ લોકોને આપવામાં આવશે..

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code