- લેવાન્ડોવ્સ્કીએ જીત્યો ફિફા બેસ્ટ મેન્સ પ્લેયર એવોર્ડ
- મેસી-રોનાલ્ડો પર ભારે પડ્યો લેવાન્ડોવ્સ્કી
- ફિફા એવોર્ડ જીતનાર પોલેન્ડનો પ્રથમ ખેલાડી
દિલ્લી: રમતમાં ફેરફાર થયા રાખે છે. ફેંસની આશા કેટલીક વાર બંધાય છે, તો કેટલીવાર તૂટી પણ જાય છે. ફીફા પ્લેયર ઓફ ધ યર 2020 ના એવોર્ડને લઈને કંઈક આવું જ બન્યું. ફેંસ અનુમાન લગાવી રહ્યા હતા કે, મેસી અથવા રોનાલ્ડો બંને માંથી કોઈ એક આ એવોર્ડને લઇ જશે. ખરેખર, તેમની પાસે પણ આવું વિચારવાનું કારણ હતું, કારણ કે અત્યાર સુધી 11 વખત આ બંને ખેલાડીઓએ એકાંતરે એવોર્ડ પર કબજો મેળવ્યો છે. પરંતુ આ વખતે પોલેન્ડના 32 વર્ષીય સ્ટાર ફૂટબોલર રોબર્ટ લેવાન્ડોવ્સ્કીએ આ એવોર્ડ પોતાના નામે કરી લીધો છે.
લેવાન્ડોવ્સ્કીને ચેમ્પિયંસ લીગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટની 10 મેચમાં 15 ગોલ કરીને તે ટોપ સ્કોરર રહ્યો હતો. તો મેસીએ 3 જ્યારે રોનાલ્ડોએ 4 ગોલ કર્યા હતા. લેવાન્ડોવ્સ્કી પણ બુંડેસલીગા માટે ટોપ સ્કોરર હતો.
ફિફા એવોર્ડનું સ્વપ્ન થયું પૂર્ણ – લેવાન્ડોવ્સ્કી
લેવાન્ડોવ્સ્કીએ ફિફા પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પોતાના માટે અવિશ્વસનીય ક્ષણ બતાવી અને ટવિટ કરીને કહ્યું કે, સ્વપ્ન સાકાર થયું.
ફીફા એવોર્ડ જીતનાર પોલેન્ડનો પ્રથમ ખેલાડી
આશ્ચર્યજનક છે કે, અત્યાર સુધી ફિફાનો એવોર્ડ જે મોટાભાગના બાર્સિલોના અને રીયલ મૈડ્રિડના ખેલાડીઓનો દબદબો રહ્યો છે. આ પર પહેલીવાર બેયર્ન મ્યુનિખ ક્લબના ખેલાડીએ કબ્જો કર્યો હતો. રોબર્ટ લેવાન્ડોવ્સ્કી ફિફા એવોર્ડ જીતનાર પોલેન્ડનો પ્રથમ ખેલાડી પણ છે.
પોલેન્ડના સ્ટાર ફુટબોલર લેવાન્ડોવ્સ્કીને નાનપણથી જ પરિવારમાં સ્પોર્ટીંગ બેકગ્રાઉન્ડ મળ્યું. તેના પિતા ક્રિસ્ટોફ જુડોના ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેની માતા ઇવોના એક પ્રોફેશનલ વોલીબોલ પ્લેયર રહી ચુકી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, લેવાન્ડોવ્સ્કીની પત્ની અન્ના પણ કરાટેની પ્રોફેશનલ પ્લેયર છે. તેમની પત્નીએ 2009ના કરાટે વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લેવાન્ડોવ્સ્કી અને અન્નાએ વર્ષ 2013 માં લગ્ન કર્યાં હતાં. તેના પ્રેમ પ્રસંગની જર્મન મીડિયાએ ઘણી બધી ચર્ચાઓ ફેલાવી હતી. જેના કારણે લેવાન્ડોવ્સ્કીનું નામ ‘પોલિશ બેકહમ’ પડ્યું હતું.
-દેવાંશી