દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધાયો ઘટાડો- ચોવીસ કલાકમાં બાવીસ હજાર નવા કેસ નોંઘાયા,ત્રણસોથી વધુના મોત
- દેશમાં કોરોના સંક્રકમણનો દકર ઘટ્યો
- ચોવીસ કલાકમાં બાવીસ હજાર જેટલા નવા કેસ સામે આવ્યા
- છેલ્લા મહિનાઓની સરખામણીમાં ખુબ જ ઓછા કેસ
દિલ્હીઃ-દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે પરંતુ હવે ઘીરે ઘીરે કોરોના સંક્રમણનું જોર ઘટતું પણ જોવા મળી રહ્યું છે, હવે રોજે રોજના કેસ નો આકડો પચ્ચીસ હજારથી નીચે ઉતરેલો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અત્યાર સુધી કોરોનાના કુલ દર્દીઓનો આકડો એક કરોડને પાર પહોંચી ચૂક્યો છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રજુ કરવામાં આવેલા આંકડાઓની જો વાત કરીએ તો, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં બાવીસ હજાર 890 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના કારણે 338 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે જ હવે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને નવ્વાણું લાખ ઓગણએસી હજાર ચારસો સુડતાળીસ થઈ છે, જો કે પહેલાની સરખામણીમાં હાલ કેસમાં મહત્તમ ઘટાડો નોંધાયો છે.
દેશમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સારી રહી છે,અત્યાર સુધી દેશમાં કોરોના સામે પન્ચાણું લાખ વીસ હજાર આઠસો સત્તાવીસ લોકો લડત આપીને સાજા થયા છે, જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એકત્રીસ હજાર સત્યાસી દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, દેશમાં હાલમાં ત્રણ લાખ તેર હજાર આઠસલો એકત્રીસ એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે.
સાહિન-