1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તર ભારતમાં ઠંડીનો પારો વધ્યો – રાજસ્થાનનું સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ માઈનસ 5 ડિગ્રી સાથે કળકળતી ઠંડીમાં ઠુઠવાયું
ઉત્તર ભારતમાં ઠંડીનો પારો વધ્યો  – રાજસ્થાનનું સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ માઈનસ 5 ડિગ્રી સાથે કળકળતી ઠંડીમાં ઠુઠવાયું

ઉત્તર ભારતમાં ઠંડીનો પારો વધ્યો – રાજસ્થાનનું સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ માઈનસ 5 ડિગ્રી સાથે કળકળતી ઠંડીમાં ઠુઠવાયું

0
Social Share
  • સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ 1ઠંડીમાં ઠૂઠવાયું
  • આબુમાં  તાપમાન માઈનસ 5 ડિગ્રી  નોંધાયું
  • ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું
  • સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી સાછએ હિમવર્ષાનો પ્રભાવ

દિલ્હીઃ-ગુજરાતની સરહદે અડીને આવેલા રાજ્સ્થાનના માઉન્ટઆબુમાં ઠંડીનું જોર વધ્યું છે, આમ તો આ સ્થળ સહેલાણીઓનું પસંદીદા સ્થળ છે ખાસ કરીને લોકો અહી ઠંડા વાતારણની અનુભુતી કરવા માટે  આવતા હોઈ છs, પરંતુ હાલ અહીનુી ઠંડી એટલા પ્રમાણમાં વધી ચૂકી છે કે અહી આવેલા પ્રવાસીઓ એ હોટલના રુમની બહાર નિકળતા પહેલા વિચારવું પડે તેમ છે.

હાલ માઉન્ટઆબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે, અહી માઈનસ 5 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે, જેના કારણે નકી લેક કે જ્યા સહેલાણીઓ બોટિંગ કરતા હોય છે ત્યા હાલ પાણી બરફમાં રુપાંતર પામ્યું છે, લેક ઉપર જાણે બરફની ચાદર લપેટાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો વહેલી સવારે  ઘુમ્મસનું જોર એટલું જોવા મળ્યું હતું કે, અહી પાસેની વસ્તુો જોવામાં પણ તકલીફ સર્જાતી હતી.અહી  સૌથી ઓછું તાપમાન ગુરુશિખરમાં નોંધાયું હતું.આ સાથે જ આબુની તળેટીમાં પણ તાપમાનનો પારો માઈનસ ૨.૫ ડિગ્રી સુધી નોંધાયો હતો.

માઉન્ટઆબુમાં વધેલી ઠંડીએ સામાન્ય જનજીવન પર પ્રભાવ પાડ્યો છે, હવામાન વિભાગે કરેલી આગાહી મુબજ દેશભરમાં ૨૪ થી ૨૫મી ડિસેમ્બર સુધી ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ બરફ વર્ષાની સાથે સાથે કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું – માઈનસ 2 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ

સામાન્ય રીતે ઉત્તર ભારતનું મિનિમમ તાપમાન  ૩૦ ડિસેમ્બર સુધી બે ડિગ્રી નોંધાઈ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, હાલ દિલ્હીની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હી પણ ધુમ્મસની ચાગરમાં લપટાયેલું જોવા મળી રહ્યું છે,અહી ઠંટીનું જોર વધ્યું છે, સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. દિલ્હીમાં ઓછામાં ઓછું ૪.૪ ડિગ્રી તાપમાન અનુભવાયું હતું

આ સાથે જ દેશના રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કાશ્મીર, રાજસ્થાન  જેવા રાજ્યોમાં ઘ્રજારી ઉઠે તેવી ઠંડીએ જોર પકડ્યું છેહિમાચલ પ્રદેશના કેલોંગનું તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી નોંધાયું  હતું.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code