1. Home
  2. ગુજરાતી
  3. સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો: કોરોના બાળકોને આપી શકે છે પેરાલીસીસ એટેક
સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો: કોરોના બાળકોને આપી શકે છે પેરાલીસીસ એટેક

સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો: કોરોના બાળકોને આપી શકે છે પેરાલીસીસ એટેક

0
Social Share
  • 38 કોરોના સંક્રમિત બાળકો પર કરાયું સંશોધન
  • 4 બાળકોની અન્ય ઇન્ફેકશનના કારણે થઇ મોત
  • લકવાગ્રસ્ત હુમલાથી 2 બાળકોનું નિપજ્યું મોત

અમદાવાદ: કોરોના વાયરસથી ઠીક થયેલા દર્દીઓમાં હવે અન્ય રોગોના લક્ષણો દેખાઈ રહ્યા છે. આ પહેલા કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં મ્યુકોર્માઈકોસીસ જેવા ફંગલ ઇન્ફેક્શન જોવા મળતા હતા અને હવે બાળકોમાં લકવાગ્રસ્ત થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

8 દેશોના 98 બાળકો પર કરવામાં આવ્યું સંશોધન

યુનિવર્સિટી ઓફ મેનચેસ્ટરમાં કરવામાં આવેલા સંશોધનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ન્યુરોલોજીકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેણે 8 દેશોના 38 કોરોના પોઝિટિવ બાળકોની પસંદગી કરી, જેમાં ફ્રાન્સના 13, અમેરિકાના 5, યુકેના 8, બ્રાઝિલના 4, આર્જેન્ટિના 4, ભારતના 2 અને પેરુ અને સાઉદી અરેબિયાના 1-1 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.

મોટાભાગના બાળકોમાં કોરોનાનાં લક્ષણો ન દેખાયા

લેસેંટ ચાઇલ્ડ એન્ડ એડોલસેંસ જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં ભાગ લેનારા 8 બાળકોમાં કોરોનાના જેવા કે ઉધરસ, શરદીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ સિવાય 4 બાળકોની કોરોનાને લીધે રોગપ્રતિકારક શક્તિના અભાવને કારણે કોઈ અન્ય ઇન્ફેકશનના કારણે મોત નીપજ્યાં હતાં.

લકવાગ્રસ્ત હુમલાથી 2 બાળકોનું નિપજ્યું મોત

સંશોધન દરમિયાન તે સામે આવ્યું કે, 38 માંથી 2 બાળકો લકવાગ્રસ્ત હુમલાને કારણે મૃત્યુ પામ્યા છે. આ બાળકોમાં કોરોનાનું સંક્રમણ કરોડરજજુ સુધી પહોંચ્યું હતું. તેનાથી કરોડરજજુમાં સોજો આવ્યો હતો.અને બાળકો લકવાગ્રસ્ત થઈ ગયા હતા. સંશોધનનાં સહ-લેખક પ્રોફેસર સ્ટેવરોસ સ્ટીવારોસનું કહેવું છે કે, લકવાનાં કેસો બાળકોમાં ઓછા હોય છે, પણ એ સમજવું પણ જરૂરી છે કે, આ બધા બાળકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા ન હતા.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code