1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટ એઇમ્સ હોસ્પિટલના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચનો સીએમ રૂપાણી- આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરાવ્યો ઇ-શુભારંભ
રાજકોટ એઇમ્સ હોસ્પિટલના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચનો સીએમ રૂપાણી- આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરાવ્યો ઇ-શુભારંભ

રાજકોટ એઇમ્સ હોસ્પિટલના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચનો સીએમ રૂપાણી- આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરાવ્યો ઇ-શુભારંભ

0
Social Share
  • એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ
  • આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની બેચ શરૂ કરાઇ
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના સીએમ રૂપાણીએ કરાવ્યો શુભારંભ

રાજકોટ: કેન્દ્ર સરકારે ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળણવી કરવામાં આવી છે ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યારીથીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેચનો શુભારંભ કરાવ્યો હતો.

એઇમ્સ રાજકોટને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે જોધપુર એઇમ્સને મેન્ટર સંસ્થા બનાવવામાં આવી છે. રાજકોટ એઇમ્સના રેસિડન્ટ પી.કે. દવે તેમજ ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમજ સાંસદ મોહન કુંડારીયા અને પુનમ માડમ સહિત રાજકોટ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આજથી શરૂ થયેલી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે.

બેચ અનુસાર વાત કરીએ તો પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફિઝીયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર અદ્યતન લેબ પણ નિર્મિત કરાઇ છે. વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બેડ્સ અને ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે.

જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનાવામાં આવશે. આ હોસ્પિટલ બે વર્ષમાં બની જશે તેમજ 2021 સુધીમાં OPD પણ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલનું કામચલાઉ કેમ્પસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉભું કરવામાં આવ્યું છે. આ કેમ્પસની અંદર 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આજથી શિક્ષણ મેળવશે.

રાજકોટ એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે જેનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. રાજકોટ મનપા દ્વારા બિલ્ડીંગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આથી કન્સ્ટ્રક્શનું કામ શરૂ કરી દીધું છે. જુન 2022માં કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે. 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code