1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનમાં નવા વાયરસના ફેલાવા બાદ માર્કેટમાં મંદીનો માહોલ: શેરબજારમાં ભયંકર કડાકો

બ્રિટનમાં નવા વાયરસના ફેલાવા બાદ માર્કેટમાં મંદીનો માહોલ: શેરબજારમાં ભયંકર કડાકો

0
Social Share
  • યુકે, બ્રિટનમાં નવા વાયરસના અહેવાલથી વૈશ્વિક માર્કેટમાં સેન્ટિમેન્ટ ખરડાયું
  • ફંડોની મોટાપાયે નફારૂપે વેચવાલી નીકળતા પણ સેન્સેક્સમાં કડાકો
  • સેન્સેક્સમાં 1407 પોઇન્ટનો અને નિફ્ટીમાં 432 પોઇન્ટનો કડાકો

મુંબઇ: અમેરિકા, યુકે, બ્રિટનમાં કોરોના વાયરસના નવું સંક્રમણ વધતા તેની અસર સમગ્ર વિશ્વના માર્કેટ પર પણ જોવા મળી હતી. આ નવા વાયરસના પગલે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ખરડાયું હતું. આ પ્રતિકૂળ અહેવાલ ઉપરાંત ફંડોની મોટાપાયે નફારૂપે વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 1407 પોઇન્ટનો અને નિફ્ટીમાં 432 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

વૈશ્વિક સ્તરે અમેરિકામાં કોરોના સંક્રમણમાં નવેસરતી વધારો થવાની સાથે યુકે, બ્રિટનમાં પણ તે નવા સ્વરૂપે ઝડપથી પ્રસરતા લંડનમાં ફરીથી લોકડાઉનનો અમલ થવા સાથે વિશ્વના આગેવાન દેશોએ વિમાન માર્ગે થતા પરિવહનને અટકાવી દેવાનો નિર્ણય લીધો  હતો.

આ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્વિ ખોરવાઇ જવાની દહેશત આર્થિક નિષ્ણાંતોએ વ્યક્ત કરતા તેની શેરબજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. ભારતીય સમય મુજબ બપોરે ખુલેલા યુરોપિયન શેરબજારમાં પણ યુકેમાં ઝડપથી ફેલાયેલા વાયરસના પગલે લોકડાઉન અમલી બન્યા હોવાના અહેવાલથી ઝડપી પીછેહઠ થવા પામી હતી.

આ અહેવાલો પાછળ જર્મની, લંડન અને ફ્રાંસના શેરબજારમાં ઝડપી પીછેહઠ થવા પામી હતી. તો અમેરિકી શેરબજારમાં પણ આજે કામકાજનો પ્રારંભ નીચા મથાળે થયા બાદ નરમાઈનો માહોલ આગળ વધ્યો હતો. કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉજોન્સ 396.39 પોઈન્ટ તુટયો હતો.

ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે હેવીવેીઈટ, લાર્જકેપ શેરોમાં ઝડપી પીછેહઠળ થવાની સાથોસાથ આજે સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમાં પણ મોટાપાયે વેચાવાલીના પોટલા છુટતા આ ક્ષેત્રના શેરોમાં પણ ઝડપથી પીછેહઠ થતા બીેએસઈ મિડકેપ અને બીએેસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 5 ટકાથી વધીના ગાબડા નોંધાયા હતા. જેના કારણે નાના રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે વોલેટાલિટીભર્યા માહોલમાં થયો હતો. આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ 250 પોઈન્ટ તુટયા બાદ નીચા મથાલે નવી લેવાલીએ સેન્સેક્સ બાઉન્સ થઈ ઊછળીને 47055.69નો નવો ઈતિહાસ રચાય ોહતો.

જો કે, ત્યારબાદ કામકાજના મધ્ય ભાગ પછી ફંડોની સાથોસાથ ચોમેરથી આવેલા વેચવાલીના ભારે દબાણે એક તબક્કે સેન્સેક્સ આજના વધ્યા મથાલેથી ઈન્ટ્રાડે 2132.61 પોઈન્ટ તુટી 44923ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે 1406.73 પોઈન્ટ તુટી 45553.98ની સપાટીએ બંધ રહ્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code