- ધર્મેન્દ્રની કામગીરીથી ખુશ થયું અમેરિકા
- ન્યુ જર્સી સીનેટ અને મહાસભાએ આપ્યો એવોર્ડ
- લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા
અમદાવાદ: બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ 60ના દાયકામાં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તેના અભિનયથી તેણે દરેકના હૃદયમાં સ્થાન બનાવ્યું છે, જે હજી સુધી કાયમ છે. તેમના આ અભિનયને હવે અમેરિકાએ પણ પ્રશંસા કરી છે. ધર્મેન્દ્રને ન્યુ જર્સી સીનેટ અને જનરલ એસેમ્બલી દ્વારા સંયુક્ત વિધાનસભા ઠરાવ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વિધાનમંડળના બંને ગૃહોએ તેમની છ દાયકાની કારકિર્દીમાં 300 ફિલ્મો કરવા અને હિન્દી સિનેમામાં ધર્મેન્દ્રના પ્રચંડ યોગદાનને માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી.
આ એવોર્ડ સ્વીકારતાં ધર્મેન્દ્રએ બોલિવૂડના ઇનસાઇડરનો આભાર માનતાં કહ્યું,”હું આ સન્માનથી ખૂબ જ ખુશ છું અને આ પ્રકારનો એવોર્ડ મેળવવામાં ગર્વ અનુભવું છું.” આ એવોર્ડ અમેરિકાના હિન્દી સિનેમાનું એક પ્રમુખ પ્રકાશન બોલિવૂડ ઇન્સાઇડર દ્વારા આયોજિત ઝૂમ ઇવેન્ટના માધ્યમથી દિગ્ગજ અભિનેતાને પ્રદાન કરવામાં આવ્યો.
તેના પ્રકાશક વરિન્દર ભલ્લાએ કહ્યું હતું કે, ધર્મેન્દ્રને ભારતીય અભિનેતા માટે અમેરિકન રાજ્ય વિધાનમંડળ દ્વારા પહેલી વાર એતિહાસિક એવોર્ડ આપવામાં આવ્યો છે, ભારતીય સિનેમા માંને આંતરરાષ્ટ્રીય માન્યતા અપાવવામાં તેમના યોગદાનને દુનિયા યાદ રાખશે.
સીનેટમાં ઠરાવ રજુ કરનાર સીનેટર માઇકલ ડોહર્ટીએ ન્યૂયોર્કમાં ભારતના મહાવાણીજયદૂત, રાજદૂત રણધીર જયસ્વાલ, બોલીવુડના ઇનસાઇડર પ્રકાશક ભલ્લા,પદ્મશ્રી ડો. સુધીર પરીખ,ન્યૂઝ ઇન્ડિયા ટાઇમ્સના પ્રકાશક એસેંશમૈન ઉપેન્દ્ર ચિવુકુલાએ ઝૂમ કોન્ફરેન્સના માધ્યમથી ધમેન્દ્રને એવોર્ડ આપ્યો. સીનેટર ડોહર્ટીએ જાહેરાત કરી કે, તમામ 40 સીનેટરો અને મહાસભાના 80 સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો.
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના સોશિયલ એકાઉન્ટ્સ પર કેટલીક એક્ટિવિટી કરતા પોતાના વીડિયો શેર કરતા રહે છે, જેને તેના ફેંસ ખૂબ પસંદ કરે છે. ધર્મેન્દ્રની ઉંમર ભલે 86 થઇ ગઈ હોય, પરતું તેના અંદરનો જોશ આજે પણ તે જ છે, જે ક્યારેક તેઓ યુવાનીમાં અનુભવ કરતા હતા.કામને લઈને પણ ધર્મેન્દ્ર ખૂબ જ સક્રિય છે. આવતા વર્ષે તે તેના બંને પુત્રો બોબી અને સની દેઓલ સાથે ફિલ્મ ‘અપને 2’ માં જોવા મળશે.
-દેવાંશી