પાકિસ્તાનમાં ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા – 1 હજાર રુપિયે કિલો આદુ તો એક ઈંડાના ભાવ 30 રુપિયા
- પાકિસ્તાનમાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ આસમાને
- ઓક કિલો આદુ 1 હજાર રુપિયે મળી રહ્યું છે
- ઈમરાન ખાનના સપનાનું પાકિસ્તાન મોંધવારીમાં સપડાયુ
પાકિસ્તાનના વર્તમાન પ્રધાન મંત્રી ઇમરાન ખાન નવા પાકિસ્તાન બનાવવાનું સૂત્ર આપતા સત્તામાં આવ્યા હતા. જો કે તેઓ જ્યારથી સત્તામાં આવ્યા છેત્યારથી વિવાદના વંટોળમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે, તેમના સત્તામાં આવ્યા બાદથી પાડોશી દેશની અર્થવ્યવસ્થા એટલી ખબરાબ થઈ ચૂકી છે કે દરેક વસ્તુંઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
હાલ પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે, એક ડઝન ઇંડા ખરીદવા માટે તમારે 240 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે ફક્ત એક ઇંડું ખરીદો છો, તો તમારે 30 રૂપિયા ચૂકવવા પડે છે, ખાસ ખવાતો ખોરાક ચિકન પાકિસ્તાનના મોટાભાગના રાજ્યોમાં 300 રૂપિયા કિલો વેચાય રહ્યું છે.માત્ર આ માર પોલેટ્રી ઉત્પાદક પર જ નહી પરંતુ આનાજ થી લઈને શાકભાજીના વેપારીઓ પર આ માર પડેલો જોવા મળી રહ્યો છે.
દિવસ દરમિયાન રોજ બરોજની જરુરિયાતોમાં લેવામાં આવતી વસ્તુઓની કિંમતોના ભાવ પાકિસ્તાનમાં 4 ગણા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનમાં આદુ 1 હજાર રુપિયે કિલો અને ખાંડ 140 રુપિયે કિલોમાં વેચાઇ રહ્યું છે, ઘરેલું ગેસ સંકટનો સામનો કરી રહેલા ઇમરાન ખાનના નવા પાકિસ્તાનમાં લોકોને બે ટંકનું પુરતુ ખાવાના પણ ફાફા પડી રહ્યા છે.
25 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવન પસાર કરી રહ્યા છે
પાકિસ્તાનના લગભગ 25 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. ઠંડીની મોસમમાં ઇંડા અને આદુનો વપરાશ વધતાં તેમના ભાવો આસમાન પહોંચ્યા છે, પાકિસ્તાનમાં ઘઉંનું વેચાણ પણ 60 રૂપિયા કિલો પર થઈ રહ્યું છે, આ સાથે જ લોટના ભાવમાં પણ કડાકો જોવા મળે છે, લામાન્ય કમાણી કરતા અને રોજીંદુ લાવીને ખાતા લોકો માટે મુશ્કેલીનો સમય પસાર થઈ રહ્યો છે.
પાકિસ્તાન અનાજની અછતનો કરી કરી રહ્યું છે સામનો
હાલ પાકિસ્તાનની એવી સ્થિતિ સર્જાઈ છે કે, લોટ અને ખઆંડના ભાવોમાં નિયંત્રણ લાવવા માટે રોજે રોજ કેબિનેટની બેઠક બોલાવી પડી રહી છે,આ સમગ્ર સ્થિતિને જોતા કહી શકાય કે ,પાકિસ્તાન હાલ અનાજને લઈને ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તો બીજી તરફ ઘરેલું ગેસનું સંકટ પણ પાકસ્તાન પર મંડળાઈ રહ્યું છે.
ઘરેલું ગેસના સંકટમાં ફસાયું પાકિસ્તાન
પાકિસ્તાનમાં ગેસની સપ્લાય કરતી કંપની સુઈ નોર્દન પ્રતિ દિવસે 500 મિલિયન સ્ટાન્ડર્ડ ફીટ ગેસની અછતનો સામનો કરી રહી છે. જો ઇમરાન સરકાર જલ્દીથી ગેસ ખરીદવાનું નક્કી નહીં કરે તો પાકિસ્તાનના લોકોએ ચુલા સળગાવવાનો વારો આવે તે સમય હવે દુર નથી.
સાહિન-