દિલ્હીમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ બની તેજ, પહેલા તબક્કામાં 51 લાખ લોકોને અપાશે રસી
દિલ્હીઃ કોરોના કોરોના મહામારી વચ્ચે કોરોના વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને ટુંક જ સમયમાં રસી ઉપલબ્ધ થઈ જશે. દિલ્હી સરકારે કોરોનાની રસીને લઈને તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકારે યાદી પણ તૈયાર કરી લીધી છે.
રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં રાજ્યમાં રસીની પ્રાથમિકતા ધરાવતા 51 લાખ લોકોને રસી ઉપલબ્ધ કરાવશે. ફ્રન્ટ લાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓ સહિત 51 લાખ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમને પહેલા તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવશે. સરકારે વેક્સિનને રિસીવ કરવા, સ્ટોર કરવા અને પ્રયોરોટી કેટેગરીના લોકોને વેક્સિનેશન માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રથમ તબક્કામાં વેક્સિનેશન માટે એક કરોડ બે લાખ વેક્સિનની જરૂર રહેશે, કેમ કે વેક્સિનના બે ડોઝ આપવા પડશે. જો કે અમારી પાસે 74 લાખ ડોઝને સ્ટોર કરવાની વ્યવસ્થા છે, જેને અમે આગામી એક સપ્તાહમાં વધારીને 1.15 કરોડ કરવા જઇ રહ્યા છીએ.