બ્રિટનથી દિલ્હી પરત ફરેલા 5 કોરોના સંક્રમિત એરપોર્ટ પરથી ફરાર – અત્યાર સુધી કુલ 13 સંક્રમિત મળી આવ્યા
- નવા કોરોનાથી દેશમાં ફેલાયો ભય
- બ્રિટનથી આવેલા 5 લોકો સંક્રિમત અરપોર્ટથી ફરાર
- 4 લકોને પરત લવાયા એક હજુ પણ ફરાર
દિલ્હીઃ- બ્રિટનથી દિલ્હી આવેલા પાંચ મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા ત્યાર બાદ તેઓ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય અરપોર્ટ પર થી ભાગી છૂટ્યા હતા, ત્યારે બાદ તંત્ર દ્રારા ચાર લોકોને દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં પરત લાવી દાખલ કરવામાં આવ્યા છે.
જો કે આ ઘટના બાદ હવે સરકાર માટે આ લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરવાની એક સમસ્યા બની છે. બ્રિટનમાં નવો કોરોનાનો નવો પ્રકાર મળ્યા બાદ એક હજારથી વધુ લોકો દિલ્હી આવી પહોચ્યા છે, જેમાંથી અત્યાર સુધી 13 લોકો સંક્રિમત મળી આવ્યા છે, જો કે આ લોકો નવા કોરોનાથી સંક્રિમત છે કે નહી તે હંગે તપાસ બાકી છે.
દિલ્હી આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ ગુરુવારના રોજ આ અંગે જણાવ્યું હતું કે પાંચ સંક્રમિત લોકોમાંથી એક નોઇડામાં, બે દિલ્હીમાં, એક લુધિયાણામાં અને એક આંધ્રપ્રદેશમાં મળી આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમની શોધ શરૂ કરવામાં આવી હતી. હવે, આ તમામના સંપર્કમાં આવેલા લોકોની દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશની ટીમો શોધમાં લાગી છે
આ લોકોના સંપર્કમાં આવે છે તેમના સંપર્ક માટે તેઓ એકઠા થયા છે. જોકે અધિકારીએ સ્વીકાર્યું હતું કે આ તમામની શોધ 48 કલાકમાં કરવામાં આવી હતી, પરંતુ હવે જે લોકો તેમના સંપર્કમાં આવે છે તેમની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે.
, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે થોડી પણ લાપરવાહી તમામ પ્રયત્નોને બગાડે છે. રાજ્યોએ પરિસ્થિતિ સાથે સખત કાર્યવાહી કરવી જોઈએ. તે જ સમયે, દિલ્હી સરકારનું કહેવું છે કે ફ્લાઇટ્સનું સંચાલન અને એરપોર્ટ્સ પર સુરક્ષા વહીવટની જવાબદારી છે. આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન એ કહ્યું કે. તેઓને આ અંગે ગુરુવારે જ માહિતી મળી.
સાહિન-