ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરના સર્કિટ હાઉસનું નામ અટલજીના નામ પરથી રાખવાની કરી ઘોષણા
- ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રીએ કરી ઘોષણા
- અટલજીના નામ પર થયું સર્કિટ હાઉસ
- પ્લાસ્ટિકના કચરાથી બનશે રસ્તા
કાનપુર: આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ૯૬મી જન્મજયંતિ છે. ત્યારે અટલજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યા પર ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ અહીંના સર્કિટ હાઉસનું નામ ‘અટલજી’ ના નામ પરથી રાખવાની ઘોષણા કરી છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, આખા રાજ્યમાં પ્લાસ્ટિકના કચરાથી બનેલા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. પહેલા ફેઝમાં 15 હજાર કિલોમીટર રાખવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિકનો કચરો ઉપયોગમાં લેવામાં આવશે. કાર્યક્રમનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. તેમાં કાનપુરના રસ્તાઓ પણ સામેલ છે.
મૌર્યએ ગુરુવારે કાનપુરમાં 50 કરોડ રૂપિયાથી વધુના 79 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે. આ દરમિયાન ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, કાનપુરનો વિકાસ સરકારની પ્રાથમિકતામાં સામેલ છે.. અને અહીંનો વિકાસ ઉત્તર પ્રદેશના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં કોઈ પણ ભેદભાવ વિના “સબકા સાથ સબકા વિકાસ” સાથે ઝડપી વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે.
-દેવાંશી