- લવ જિહાદનો કાયદો હિમાચલ પ્રદેશમાં અમલી બન્યો
- ઉત્તર પ્રદેશએ સૌ પ્રથમ આ કાયદો અમલી બનાવ્યો
દિલ્હીઃ- સમગ્ર દેશના કેટલાક રાજ્યો લવ જિહાદના કાયદાને અમલી બનાવવી રહ્યા છે, સૌ પ્રથમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જિહાદ વિરોધી કાયદો અમલી બનાવ્યો હતો, ત્યારે હવે હિમાચલ પ્રદેશની સરકારે પણ લવ જિહાદનો કાયદા મામલે ઉત્તર પ્રદેશની રાહે ચાલી છે, અને તેમણે પણ આ કાયદો અમલમાં મૂક્યો હતો.
હિમાચલ પ્રદેશની સરકારે પણ યોગી આદિત્યનાથની સરકારે જારી કરેલા કાયદાને લઈને જે પણ જોગવાઈ કરી છે તે જ જોગવાઈ અમલી બનાવી છે, ધર્માંતર કરવા પહેલાં કોઇ પણ વ્યક્તિએ સ્થાનિક વહીવટી તંત્રને ફરજિયાત જાણ કરવાની રહેશે.આ પ્રકારનો એક કાયદો વર્ષ 2012માં હિમાચલ પ્રદેશની ત્યારની કોંગ્રેસ સરકારે લાગુ કર્યો હતો, જેને હાઇકોર્ટે ગેરબંધારણીય અને મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણાવ્યો હતો. હવે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર દ્રારા આજ કાયદો ફરીથી મલી બનાવવામાં આવ્યો છે
યૂપીની સરકારનો ખાસ કાયદો હવે અનેક ભાજપ સત્તા ધરાવતા રાજ્યો માટે અનુકરણીય બની રહ્યો છે. હિમાચલ પ્રદેશે સરખો જ ઉત્તર પ્રદેશ જેવો કાયદો ઘડીને વિતેલા અઠવાડીથી જ અમલમાં મૂકી દીધો હતો. હિમાચલ પ્રદેશના કાયદાની કલમ 7 પ્રમાણે જો કોઇ વ્યક્તિ ધર્માંતરણ કરે તો પહેલા જે તે વ્યક્તિએ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને લેખિતમાં જાણ કરવી પડશે.
2012ના ઑગષ્ટની 30મીએ હિમાચલ પ્રદેશની હાઇકોર્ટમાં બે જજોની બનેલી ડિવિઝન બેન્ચે તે સમયની કોંગ્રેસ સરકારે લાવેલા આ કાયદાને ગેરબંધારણીય અને નાગરિકોના મૂળભૂત અધિકારોના હનન સમાન ગણાવ્યો હતો.
હિમાચલ પ્રદેશના હાલના કાયદામાં ધર્માંતરને સજા લાયક ગુનો ગણાવ્યો છે. પરવાનગી વિના ધર્માંતર કરનારને ત્રણ માસની અને ધર્માંતર કરાવનાર વ્યક્તિને છ મહિનાથી માંડીને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
સાહિન-