બ્લૂમબર્ગ બિલ્યોનેર્સ ઇન્ડેક્સ: ધનિકોની યાદીમાંથી મુકેશ અંબાણી 11માં નબર પર
- મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાંથી બહાર
- બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં હવે મુકેશ અંબાણી 11માં સ્થાને
- રિલાયન્સ શેરના ભાવમાં કડાકાથી સ્થાન ગગડયું
અમદાવાદ: ભારતના સૌથી અમીર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 ધનિક વ્યક્તિની યાદીમાંથી બહાર નીકળીને હવે 11માં નંબર પર આવી ગયા છે.બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં મુકેશ અંબાણી 11મા સ્થાને છે. જો કે, રિલાયન્સ શેરના ભાવમાં કડાકાથી સ્થાન ગગડયું છે. મુકેશ અંબાણી પાસે 76.5 અબજ ડોલર એટલે કે 5.63 લાખ કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણીની નેટવર્થ આ વર્ષે 90 અબજ ડોલર એટલે કે 6.62 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.અને તેઓ બ્લુમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સમાં ચોથા સ્થાને પહોંચવા સક્ષમ હતા. જો કે હાલમાં રિલાયન્સના શેરના ભાવ ઘટી ગયા હતાં.
સર્જી બ્રિન અને સ્ટીવ બાલ્મરની સંપત્તિમાં વધારો થતાં તેઓ ટોચના 10 ધનિકોની યાદીમાં સામેલ થઇ જતા મુકેશ અંબાણી બહાર થઇ ગયા હતા. ઓકટોબર મહિના પછી આરઆઇએલના શેરના ભાવ ગબડતા મુકેશ અંબાણીને ભારે નુકસાન પહોંચ્યું છે.
વિશ્વના સૌથી વધુ ધનિકોની યાદીમાં એમેઝોનના પ્રથમ જેફ બેઝોસ, માઇક્રોસોફટના બિગ ગેટ્સ અને ફ્રાન્સના બર્નાર્ડ અર્નાલ્ટ તેમજ ફેસબુકના માર્ક ઝુકરબર્ગનો સમાવેશ થાય છે.
-દેવાંશી