જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વડે હુમલો કરવાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ – સુરક્ષા દળોએ આતંકીઓના ત્રણ સહાયકોની ઘરપકડ કરી
- જમ્મુ કાશ્મીરમાં હુમલાના નાપાક ઈરાદાને નાકામ બનાવ્યો
- સુરક્ષાદળોએ આતંકીઓના સહાયકની ધરપકડ કરી
- મંદિર પર ગ્રેનેડ વજે હુમલો કરવાની ગતિવિધિઓમાં હતુ પાકિસ્તાન
દિલ્હીઃ-એસઓજી અને 49 આરઆરએ શનિવારે મોડી રાત્રે એલઓસીને અડીને આવેલા કાંગડા ગુલુતા રોડ તપાસ દરમિયાન મુસ્તફા ખાનની શંકાસ્પદ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને પૂછપરછ માટે પકડ્યો હતો. કડક પૂછપરછમાં તેણે પાકિસ્તાનમાં આતંકવાદીઓ સાથેના સંબંધોનાં રહસ્ય ખોલ્યુ હતું
એલઓસીને અડીને આવેલા પૂંછ જિલ્લામાં મંદિર પર ગ્રેનેડ હુમલો કરવાના કાવતરાનો પરદાફાશ થયો છે,આ મામલે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓના મદદગારોની ધરપકડ પણ કરી છે. ઘરપકડ કરાયેલા લોકો પાસેથી છ ગ્રેનેડ, પાકિસ્તાની ધ્વજવાળા ફુગ્ગાઓ અને નવા લશ્કર-એ-તૈયબા જમ્મુ-કાશ્મીર ગઝનવી દળના પોસ્ટરો મળી આવ્યા છે.
પકડાયેલા આતંકવાદી સહાયકોના મોબાઇલમાં હેન્ડ ગ્રેનેડ ફેંકી દેવાની તાલીમ આપતો એક વીડિયો પણ મળી આવ્યો છે. ત્રણેય લાંબા સમયથી સરહદ પારના હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા, જેમને પૂંછના મેંઢરના આદિ ગામમાં મંદિર પર ગ્રેનેડ વડે હુમલો કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ પણ આવા વધુ લોકો અંગે તપાસ કરી રહી છે.એસએસપી પૂંઠ રમેશ અંગરલના જણાવ્યા મુજબ, છેલ્લી ઘડીએ આ ત્રણેયની ધરપકડ કરીને મોટી ઘટના ટાળી છે.
આ પૂછપરછના આધારે તેના ઘરેથી શોધખોળ કર્યા બાદ છ ગ્રેનેડ મળી આવ્યા હતા. મુસ્તફાના ખુલાસા બાદ બાલાકોટ સેક્ટરમાં કંટ્રોલ લાઇન પર ફેન્સીંગની બાજુમાં આવેલા ગામ ડબ્બી પાસેથી બે ભાઈઓ મોહમ્મદ યાસીન અને મોહમ્મદ ઇકબાલની ધરપકડ કરવામાં આવી હતી. આ બંનેને આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીર ગઝનવી ફોર્સની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. તેમાં, સંગઠનના પોસ્ટરો, પેમ્પલેટ્સ અને અન્ય લેખિત સામગ્રી મળી આવી હતી, તેમજ કેટલાક ફુગ્ગાઓ પણ મળ્યા હતા જેના પર પાકિસ્તાનના ધ્વજ દોરેલા હતા .
આતંકવાદીઓના ત્રણ મદદનીશોની ધરપકડ કરવાનુ કનેક્શન પોશના એન્કાઉન્ટર સાથે જોડાયેલ છે. આ સવાલ પર એસએસપી આંગરલે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર બાદથી જે પણ આશંકાઓ જણાવાઈ છે, તેની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન વધુ ત્રણ લોકોની ધરપકડ થઈ છે. આ ત્રણેય આરોપીઓનું સીધા કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સાહિન-