1. Home
  2. ગુજરાતી
  3. હેલ્થ માટે ફાયદા કારક છે લીમડો અને બાવળના દાતણ, દાંત અને પેઢાને મજબૂત બનાવાનું કરે છે કામ
હેલ્થ માટે ફાયદા કારક છે લીમડો અને બાવળના દાતણ, દાંત અને પેઢાને મજબૂત બનાવાનું કરે છે કામ

હેલ્થ માટે ફાયદા કારક છે લીમડો અને બાવળના દાતણ, દાંત અને પેઢાને મજબૂત બનાવાનું કરે છે કામ

0
Social Share

 

વિશ્વભરના દરેક લોકોનું પહેલું કામ દરોજ સવારે જાગીને ટીથ બ્રશ કરવાનું હોય છે. જો કે પહેલાના સમયમાં લોકો દાંત સાફ કરવા માટે ટૂથબ્રશ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા ન હતા તે આપણે જાણીએ છીએ, પરંતુ આજકાલ તો માર્કેટમાં અવનવા સ્વાદ વાળી અવનવી ટૂથપેસ્ટ મળી રહી છે પરંતુ ક્યારેક તમે દાંતણ પણ કરીને જુઓ તેના કેટલા બધા ફાયદાઓ થશે, તેનાથી દાંત મોટી ઉંમર થયા બાદ પણ સ્વસ્થ રહેતા હતા.

આયુર્વેદની દંતધાવન વિધિમાં વિવિધ ઝાડની લાકડીઓનો દાતણ તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આયુર્વેદ પ્રમાણે આખી રાત સુઈ રહેવાને કારણે મોઢામાં કફ જમા થઈ જાય છે. માટે શાસ્ત્રોમાં કફનો નાશ કરવા માટે દાતણનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

પહેલા તો આપણે દાંતણના જુદા જુદા પ્રકારો વિશે જાણીએ, જેમાં લીમડાનું દાંતણ, મિસવાકનું દાંતણ અને બાવળના દાંતણનો ઉપયોદ કરવામાં આવે છે, આ ત્રણ દાંતણ ખાસ કરીને લોકો ઉપયોગમાં લેતા હોય છે

દાંતણ કરવાના અનેક ફાયદાઓ

  • દાતણને ઉપરના દાંતમાં ઉપરથી નીચે અને નીચેના દાંતમાં નીચેથી ઉપરના ડિરેક્શનમાં કરવું જોઈએ. જેનાથી પાયોરિયાની સમસ્યામાંથી છૂટકારો મળે છે
  • દાંતણ કરવાથી પેઠાઓ મજબુત બને છે
  •  દાતણથી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સ્પષ્ટ અને મધુર બને છે.
  • મોં માથી આલતી દુર્ગંઘ દાંતણ કરવાથઈ દુર થાય છે
  • જે લોકો સંગીત અને ગીતના ક્ષેત્રમાં રસ ધરાવે છે, તેમણે બોરના દાતણનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.તેનાથી અવાજ સારો રહે છે
  • લીમડાનું દાતણ માત્ર દાંત જ સ્વસ્થ નથી રાખતું, પાચનક્રિયા પણ સારી બનાવે છે
  • લીંમડના દાંતણથી ચેહરા પર પણ ગ્લો આવે છે4
  • બાવળના દાતણથી દાંત તો ચમકે જ છે, સાથે બોદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિ પણ વધારે છે.
  • પેઢા અને દાંતની મજબૂતી માટે બાવળના દાતણથી દાંત સાફ કરવા જોઈએ.
  • લીમડાના ઝાડના દાતણનો ઉપયોગ કરીને તમે તમારા મોં ને ખૂબ સારી રીતે સાફ કરી શકો છો,
  •  દાંતને લગતી દરેક પ્રકારની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code