નવા કોરોના સ્ટ્રેનથી ભારતે લીધો મહત્વનો નિર્ણય – બ્રિટન માટેની વિમાન સેવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ અચોક્કસ મૃદ્ત માટે લંબાવાયો
- નવા કોરોના સ્ટેરનની ભારતમાં એન્ટ્રી
- કેન્દ્રએ આ બાબતે મહત્વનો નિર્ણય લીધો
દેશમાં બ્રિટનથી આવેલી ફ્લાઈટમાં 6 નાગરીકોમાં નવા કોરોનાના પ્રકારથી સંક્મિત મળી આવ્યા છે જેને લઈને ભારત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ સમગ્ર બાબતે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, તેમાં જણાવવામાં આવ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન મળી આવતા બ્રિટન માટેની ઉડાનો પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યાનાં કારણે બ્રિટન માટેની ફ્લાઇટ પર અચોક્કસ મુદત માટેનો પ્રતિબંધ વધુ સમય માટે લંબાવવામાં આવ્યો છે.આ બાબત ઉડ્ડયન મંત્રાલય દ્રારા જાણાવવામાં આવી છે.
કોરોનાની વેક્સિનનાં પરિવહનમાં એર ઇન્ડિયાનાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સચિવ પ્રદિપસિંહ ખરોલાએ જણાવ્યું હતું કે, અમારા પાસે ઘણા પ્રકારનાં પ્રસ્તાવોની યાદી આવી છે, તેમણે કહ્યું કે આ પ્રક્રિયાનાં ભાગરુપે યોગ્ય બોલી લગાવનારાઓને આ કાર્ય સોંપવામાં આવશે. આ કામમાં એરલાઇન્સ સહિત તમામ ભાગીદારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.ઉલ્ ખેનીય છે કે સમગ્ર દેશમા નવા કોરોનાની દહેશત વર્તાઈ રહી છએ જેના કારણે ફ્લાઈટ સેવા પર અસોક્કસ મુદ્દત માટે પ્રતિબંધ લંબાવાયો છે.
સાહિન-