કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ
અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 4.3ની હોવાનું જાણવા મળે છે. કચ્છમાં આજે ભૂકંપનો જોરદાર આંચકો આવતો વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપની યાદ તાજી થઈ હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં આજે સવારે 9.46 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 4.3ની નોંધાઈ હતી. તેમજ તેનું કેન્દ્રબિંદુ ખાબડાથી 26 કિમી દૂર નોંધાયું હતું. ખાવડા અને તેની આસપાસના વિસ્તારના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. કચ્છમાં 4.3ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જો કે, આ આચંકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.