69 સ્નિફર્સ ડોગ્સ અને 49 ટ્રેકર્સ ડોગ્સ સહિત 574 પશુઓ પણ ગુજરાત પોલીસનો હિસ્સો
અમદાવાદઃ દેશની સરહદોની સુરક્ષા ભારતીય સેના કરી રહી છે. તેમજ ભારતની અંદર સુરક્ષાની જવાબદારી પોલીસ સભાંળી રહી છે. ત્યારે પોલીસ તંત્રમાં પણ શ્વાન અને અશ્વોનું વિશેષ મહત્વ છે.
દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ફોર્સનો હાલમાં 2300 શ્વાન અને 1415 જેટલા અશ્વો મહત્વનો હિસ્સો છે. ગુજરાતમાં 68 સ્નિફર્સ ડોગ અને 40 69 ટ્રેકર્સ ડોહ્સ સહિત 574 જેટલા પશુઓ પોલીસ ફોર્સ સાથે જોડાયેલા છે.
બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા અનુસાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે 3868 જાનવરો છે. તેમાં ટ્રેકર ડોગ્સ, સ્નિફર ડોગ્સ, ઘોડા અને ઊંટનો પણ સમાવેશ થાય છે. જ્યારે પોલીસ ફોર્સમાં શ્વાનની સંખ્યા 1515 સ્નિફર્સ અને 849 ટ્રેકર્સ ડોગ્સ છે. આ ઉપરાંત 1415 અશ્વ, 28 ઊંટ અને અન્ય 59 જેટલા જાનવર છે. ગુજરાત પોલીસ પાસે સૌથી વધારે 574 પશુઓ છે. ગુજરાત પોલીસ પાસે 422 અશ્વ, 69 સ્નિફર્સ ડોગ્સ, 49 ટ્રેકર્સ ડોગ્સ, 28 ઊંટ અને અન્ય છ જાનવરો છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં 428, મહારાષ્ટ્રમાં 298 અને મધ્યપ્રદેશ પોલીસમાં 244 જાનવરો છે.
આમ પોલીસ ફોર્સમાં પોલીસ કર્મચારીઓની સાથે આ પશુઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ડોગ્સનો ઉપયોગ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં લેવામાં આવે છે. જ્યારે અશ્વ અને ઊંટનો ઉપયોગ પોલીસ પેટ્રોલીંગ માટે કરે છે. ઊંટનો સૌથી વધારે ઉપયોગ પોલીસ રણપ્રદેશમાં પેટ્રોલીંગ માટે કરે છે. એટલું જ નહીં આ પશુઓને પોલીસ કર્મચારીઓ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવે છે. જેથી તેઓ પોલીસ કર્મચારીઓને મદદ કરી શકે.