Site icon Revoi.in

IIT કાનપુર ખાતે આજથી 2 દિવસીય ભારતના G-20 અધ્યક્ષપદ હેઠળ યુથ-20 યુવા-20 સલાહકાર બેઠક યોજાશે

Social Share

 

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જે અતંર્ગત દેશના 256 જેટલા શહેરોમાં જી 20 ને વગતી જીદી જીદી બેઠકો યોજાઈ રહી છે ત્યારે આજ શ્રેણીમાં આજરોજ 5 એપ્રિલથી આવતીકાલે 6 એપ્રિલ આમ બે દિવસીય   ભારતના G-20 ની અધ્યક્ષતા હેઠળ યુવા-20 સલાહકાર બેઠકનું  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરઆયોજન કરશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરના ડિરેક્ટરે કહ્યું  દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું છે. તેના નેજા હેઠળ, યૂથ-20 કન્સલ્ટેશન એ એક મહત્વપૂર્ણ ઇવેન્ટ છે જે G-20 દેશોના યુવાનોને ચર્ચા કરવા, મંથન કરવા અને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે ઉકેલો સૂચવવા માટે એકસાથે લાવશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુર ખાતે યુથ-20 પરામર્શમાં ભારત અને વિદેશના 1200 થી વધુ યુવા પ્રતિનિધિઓ ભાગ લે તેવી સંભાવનાઓ છે.યુથ-20 કન્સલ્ટેટિવ ​​મીટ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જે યુવાનોને જોડવા, વિચારો અને અનુભવો શેર કરવા અને વૈશ્વિક ચિંતાઓને દૂર કરવા માટે નવીન ઉકેલો શોધવા પર વિચાર મંથન કરવા માટે એકસાથે લાવે છે.

યુથ-20 કન્સલ્ટેટિવ ​​મીટિંગ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજાનારી અંતિમ યુથ-20 સમિટની તૈયારી માટે એક અખિલ ભારતીય પ્રવૃત્તિ છે. આ પરામર્શની ચર્ચાઓ ભવિષ્યની નીતિઓ ઘડવામાં મદદ કરશે.

આ બેઠકની જો થીમની વાત કરીએ તો યુથ-20 સમિટ 2023 માટે પાંચ મુખ્ય થીમ્સ ઓળખવામાં આવી છે, જેમાંથી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર – “ધ ફ્યુચર ઑફ વર્ક: ઈન્ડસ્ટ્રી 4.0, ઈનોવેશન અને 21મી સદીના કૌશલ્યો”; અને યુથ-20 પરામર્શ દરમિયાન “સ્વાસ્થ્ય, સુખાકારી અને રમતગમત: યુવા માટેનો કાર્યસૂચિ” ની બે થીમ પર ચર્ચા કરવામાં આવશે.આ સાથે જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર ખાતે યુથ-20 મેન્ટરશિપમાં આમંત્રિત મહાનુભાવો અને ઉદ્યોગસાહસિકો સાથે “ફ્યુચર ઑફ હેથ”, “ટેકનૉલોજીસ ફોર સસ્ટેનેબલ ફ્યુચર”, અને “કામના ભવિષ્યમાં નવીનતા” વિષયો પર પેનલ ચર્ચાઓ પણ કરવામાં આવશે.