Site icon Revoi.in

21 વર્ષની યુવતી આ ગામમાં બની સરપંચ

Social Share

મહેસાણા: ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી બનાસકાંઠા જિલ્લાની 21 વર્ષની યુવતી, કાજલ ઠાકોર કાંકરેજમાં સૌથી નાની ઉંમરની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે,સરકારની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.

ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે.

જો કે નવસારીના જલાલપોર તાલુકાના વાસી ગામમાં સરપંચ વચ્ચે ટાઈ થઈ. ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળી વિજેતા સરપંચ જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 176 સરખા મતો મળતા ચિઠ્ઠી ઉછાળાઇ, જેમાં ભરત રવજીભાઈ પટેલ વિજેતા જાહેર થયા. આવી જ રીતે અરવલ્લીમાં મોડાસાની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી. ફરેડીમાં સરપંચ ઉમેદવારો દલીબહેન અને ચંદ્રીકાબહેન વચ્ચે ટાઇ પડી. ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ.