અમદાવાદઃ લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન ગાંદીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરુ કરવામાં આવશે. આ માટે બજેટમાં 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદના બાવળા અને સુરતના કામરેજમાં આધુનિક હોસ્પિટલ ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ બંને હોસ્પિટો 300-300 બેટની બનાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદની જાણીતી યુએન મહેતા હાર્ટ અને કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો વસાવવા માટે રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કામદાવ રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા માટે રૂ. 221 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં એમ્બ્યુલન્સની સુવિધાને સુદ્રઢ કરવા માટે 108 સેવામાં નવી 319 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.
(PHOTO-FILE)