Site icon Revoi.in

મહારાષ્ટ્રના આ જીલ્લાઓમાં 35 કલાકનું લોકડાઉન  – શનિવાર રાતથી લઈને સોમવારની સવાર સુધી રહેશે અમલી 

Social Share

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે , ત્યારે બાદ ઘીમે ઘીમે કોરોનાના કેસ ઘટતા જોવા મળ્યા જો કે હાલ મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે જેને લઈને રાજ્ય રકાર દ્રારા અનેક મહત્વના ચાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

કોરોનાના વધતા કહેરને લઈને વિતેલા દિવસને ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી હતી કે, કોરોનાના વઝતા પ્રકોપને ધ્યાનમાં લેતાં અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮ વાગ્યાથી લઈને સોમવાર સવારના ૭ કલાક સુધી આમ કુલ ૩૫ કલાકનું લોકડાઉન અમલી બનશે

અમરાવતીના જિલ્લા કલેક્ટરના કહ્યા પ્રમાણે કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ યવતમાલના જિલ્લા તંત્રએ પણ અનેક પ્રતિબંધો લાગુ કર્યા છે,આ સાથે જ આવનારા દિવસોમાં અહીં ૨૦મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી રાકેશ ટિકૈતની ખેડૂત મહાપંચાયતને પરવાનગી આપવામાં આવશે નહીં.

કોરોનાના વધતા કેસને લઈને મહારાષ્ટ્રમાં આ બંને જિલ્લામાં લોકડાઉનના સમય દરમિયાન જરુરી ચીજ વસ્તુઓને છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ બન્ને જીલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી 500 થી વધુ રોજના કેસ નોંધાઈ રહ્યા છે.

સાહિન-