- ચીનમાં ભૂકંપના આચંકાઓ આવ્યા
- ચીનના શિજયાંગમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.1 નોંધાઈ
દિલ્હીઃ- છએલ્લા કેટલાક દિવસોથી વિશ્વભરના કેટલાક દેશોમાં સતત ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સામે આવી રહી છે તુર્કી ,સિરીયા, અફઘાનિસ્તાન બાદ હવે આજે ચીનના શિજયાંગની ઘરતી ઘ્રુજી ઉઠી છએ
પ્રકાપ્ત વિગત પ્રમાણે ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંત શિનજિયાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાઇના અર્થક્વેક નેટવર્ક પ્રમાણે આ ભૂકંપ અક્સુ પ્રદેશના વેનસુ કાઉન્ટીમાં સવારે 8 વાગ્યે આસપાસ અનુભવાયો હતો.આ સાથે જ ભૂકંરપની તીવર્તા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાી છે.
વઘુ વિગત પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ 41.87 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 79.85 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધવામાં આવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર અક્સુ શહેરથી 84 કિમી અને પ્રાદેશિક રાજધાની ઉરુમકીથી 670 કિમી દૂર હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.જો કે ભૂંકપના ઢટકા એટલા જોરદાર હતા કે લોકો તરત ઘરમી બહાર દોડી આવ્યા હતા અને અફરાતફરી ફેલાઈ હતી.