- આજથી 5 દિવસીય મેળાનું આયોજન
- માધવપુરના મહેમાન બનશે 8 રાજ્યોના મંત્રીઓ
- અનેક મહાનુભવો પણ ઉપસ્થિતિ રહેશે
પોરબંદર- આજરોજ તારીખ 30 માર્ચને ગુરુવારના રોજથી પોરબંધર ખાતે આવેલા માધવપુર ગામે 5 દિવસીય રાષઅટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજેમેળાનો શુભઆરંભ કરવામાં આવશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ રાષ્ટ્રીય મેળામાં દેશભરના રાજ્યોમાંથી મહાન હસ્તિઓ ઉપસ્થિતિ રહેશે,આ મેળાનું આયોજન ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મેળો ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના લગ્ન દરમિયાન યોજાય છે.માધવપુરના મેળામાં પ્રથમ વખત પબ્લિક માટે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવશે. આ મેળો લોકો માટે યાદગાર રહે અને લોકો લગ્ન મેળાનો લહાવો લઈ શકે તે પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
માધવપુર ખાતે યોજાતો આ મેળો રાષ્ટ્રીયકક્ષાની હોવાથી ઉત્તર-પૂર્વના સિકિમ, મેઘાલય, આસામ સહિતના 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજરી આપવાના છે છેલ્લા કેટલાક દિવસોથી મેળાના આયોજનમાં તમામ અધિકારીઓ જોતરાયા હતા ત્યારે એજથી હવે આ મેળાનો આરંભ થવા જઈ રહ્યો છે.
આજથી શરુ થતો મેળો 30 એપ્રિલ સુધી આ લોકમેળામાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સરકાર દ્વારા માધવપુરના મેળા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે જેની તૈયારીઓ તડામાર કરવામાં આવી છે.
મેળામાં આવતા લોકો માટે પીવાના પાણીની તથા મોબાઈલ ટોઇલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે તેમજ ફાયર ફાઇટર, મેડિકલ સ્ટાફ સ્થળ પર ફરજ બજાવશે. માધવપુરના મેળામાં 8 રાજ્યોની 16 ટીમ ના 249 કલાકારો તથા સ્થાનિક કલાકારો કાર્યક્રમની પ્રસ્તુતી કરતા જોવા મળશે.