Site icon Revoi.in

કાશ્મીરની 6 વર્ષની બાળકીનો પીએમ મોદીને પત્ર-કહ્યું હોમવર્કનું ભારણ વધારે છે

Social Share

શ્રીનગર: કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી દેશમાં હજુ પણ સ્કૂલો તથા શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકો ઘરેથી ભણી રહ્યા છે અને જે ઉંમરમાં બાળકોને મેદાનમાં રમવા કરવાનું હોય તે ઉંમરમાં તેઓ ઘરમાં લોક થઈને બેસવા મજબૂર બન્યા છે. ઘરે રહેતા બાળકોને આપવામાં આવતા હોમવર્ક પર એક 6 વર્ષની બાળકીએ નારાજગી દર્શાવી છે અને તે જમ્મુ અને કાશ્મીરની છે. નારાજ છ વર્ષની બાળકીએ એક વીડિયો દ્વારા પીએમ મોદીને ભાવનાત્મક અપીલ કરી હતી અને કહ્યું હતું કે અમે બાળકો પર હોમવર્કનો આટલો બધો ભાર કેમ આવી ગયો છે.

પોતાના અંદાજમાં બાળકીએ કહ્યું કે હું છ વર્ષની છું અને આ દિવસોમાં સ્કૂલના ઓનલાઇન કલાસનો બાળકો પર મોટો બોજ છે. બાળકીએ કહ્યું, જે નાના બાળકો છે તેઓને સ્કુલ દ્વારા વધુ કામ આપવામાં આવે છે, એવું કેમ? બાળકીએ જણાવ્યું કે સવારે ઉઠતાની સાથે જ સ્કુલના કામમાં વ્યસ્ત થઈ જાઉ છું.

બાળકીનો વીડિયો વાયરલ થયો છે.તેના પર  જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પણ નોંધ લીધી અને તે બાળકીની ભાવનાત્મક અને વ્યવહારિક અપીલથી પણ પ્રેરાયા હતા. એક ટ્વિટમાં સિંહાએ કહ્યું છે કે, સ્કૂલનાં બાળકો પર હોમવર્કનો ભાર ઓછો કરવા માટે શાળા શિક્ષણ વિભાગને 48 કલાકની અંદર નીતિ ઘડવી પડશે. બાળપણની નિર્દોષતા એ ભગવાનની ભેટ છે. તેનું જીવન જીવંત અને ખુશહાલથી ભરપુર રહેવું જોઈએ.