ન્યૂયોર્કમાં સબસ્ટેશન પર થયેલા ગોળીબારની ઘટનાનો 62 વર્ષિય વૃદ્ધ આરોપી ઝડપાયો
- ન્યુયોર્કમાં થયેલ ગોળીબારની ઘટનાનો આરોપી પકડાયો
- 62 વર્ષના વૃદ્ધે ઘટનાને આપ્યો હતો અંજામ
દિલ્હીઃ- મંગળવારના રોજ ન્યૂયૉર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર ગોળીબાર થયો તેમાં 23 લોકો ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા . આ હુમલામાં શામેલ શંકાસ્પદ હુમલાખોરના ફોટાને ન્યૂયૉર્ક પોલિસે શેર કર્યો હતો. ન્યૂયૉર્ક પોલિસ તરફથી શંકાસ્પદ હુમલાખોરના ફોટાને શેર કરીને લખવામાં આવ્યુ, એ ફ્રેંક જેમ્સ છે કે જે આ તપાસમાં શંકાસ્પદ વ્યક્તિ છે, આના વિશે કોઈને પણ માહિતી મળે તો સીધા અમને સંપર્ક કરો
ઉલ્લેખનીય છે કે દિવસ પહેલા જ બનેલી ન્યૂયોર્કમાં ગોળીબારની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, ન્યપયોર્ક પોલીસે બ્રુકલિનમાં લોડેડ સબવે ટ્રેન કારમાં 10 લોકોને ગોળી મારવાના આરોપીની ધરપકડ કરી છે. ઘટનાના 24 કલાકમાં જ ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકન મીડિયાએ આ અંગેની બુધવારે આ જાણકારી આપી.
પોલીસે આ ઘટનામાં શંકાસ્પદ તરીકે 62 વર્ષિય ફ્રેન્ક જેમ્સનું નામ આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બે પોલીસ અધિકારીઓએ તેને મેનહટનના રસ્તા પર જોયો અને તેને કસ્ટડીમાં લીધો. અધિકારીઓ આજરોજ ગુરુવારે આ મામલે સત્તાવાર રીતેમાહિતી આપશે.