Site icon Revoi.in

સુરતમાં અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી શખસ પકડાયો

Social Share

સુરત: શહેરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ મેળવીને વસવાટ કરતો બાગ્લાદેશી શખસને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ શખસ અલકાયદાના આતંકી એવા એનએઆઈના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પોલીસે બાંગ્લાદેશનું આઈકાર્ડ, કેટલાક દસ્તાવેજો અને બે માબાઈલ ફોન જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શુરત શહેર ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ  પોલીસે બામતીને આધારે  સુરતમાં કેટલાક સમયથી વસવાટ કરતા બાંગ્લાદેશી શખસની ધરપકડ કરી છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે તે ભારતમાં રહેતો હતો. આ ઉપરાંત ઝડપાયેલો બાંગ્લાદેશી ઇસમ અલ કાયદાની NIAની તપાસમાં વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. શહેરના વેસુ કેનાલ રોડ પાસેથી બાંગ્લાદેશના વતની અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ તેમજ ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા બાંગ્લાદેશી યુવકે અમદાવાદ ખાતે રહેતા ગૌતમ નામના શખસ પાસેથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવ્યું હતું. તેમજ આધાર કાર્ડથી મોબાઈલ ફોન નબર મેળવી તેનો વપરાશ કરતો આવ્યો છે. વધુમાં આરોપીની  પૂછપરછ કરતા એવી હકિકત જાણવા મળી હતી કે,  આરોપી  અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન વર્ષ 2015થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હતો. આ દરમિયાન તેણે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવી લીધું હતું. તેમજ અલ કાયદાની એનઆઈએની તપાસમાં બાંગ્લાદેશના વતની વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે સંકળાયેલો હોવાની વિગત સામે આવી છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.