Site icon Revoi.in

બાંગ્લાદેશ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,આ સિનિયર પ્લેયર થઈ શકે છે બહાર

Social Share

મુંબઈ:ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને ટી20 સિરીઝ બાદ વનડે સિરીઝ રમવા માટે તૈયાર છે.ન્યુઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે, જ્યાં તમામ સિનિયર ખેલાડીઓ પણ સાથે હશે.આ દરમિયાન, ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ શકે છે.જો કે હજુ સુધી આ અંગે બીસીસીઆઈ કે રવિન્દ્ર જાડેજા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં રવિન્દ્ર જાડેજા માટે ભાગ લેવો મુશ્કેલ છે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના છેલ્લા ભાગમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ મહત્વની છે, સાથે જ જો રવિન્દ્ર જાડેજા તેનો હિસ્સો નથી તો તે પણ એક મોટો ફટકો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને એશિયા કપ-2022 દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ટૂર્નામેન્ટની વચ્ચેથી બહાર થઈ ગયો હતો.આ પછી તે ટી-20 વર્લ્ડ કપ 2022નો ભાગ બન્યો ન હતો અને ન તો ન્યૂઝીલેન્ડ સિરીઝનો અને હવે તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી પણ બહાર છે.

રવિન્દ્ર જાડેજાએ ઘૂંટણની સર્જરી કરાવી હતી, થોડા દિવસોના આરામ બાદ તે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ચેકઅપ માટે પહોંચ્યો હતો.રવિન્દ્ર જાડેજાની પસંદગી સમિતિ દ્વારા બાંગ્લાદેશ પ્રવાસ પર ટેસ્ટ અને વનડે ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ સાથે જ તેની ફિટનેસના અપડેટ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

રવિન્દ્ર જાડેજા આ દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટી વતી જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસની વાત કરીએ તો ભારતે અહીં 3 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.