મુંબઈ:બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર દીપક ચહર અને કુલદીપ સેન ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે.આ જાણકારી ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે આપી છે.
વાસ્તવમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ બુધવારે રમાઈ હતી.જેમાં આ ત્રણેય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.તેમજ આ મેચમાં ભારતીય ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં એક વિકેટથી જીત મેળવી હતી.આ રીતે તેણે સિરીઝમાં 2-0થી અજેય બઢત મેળવી લીધી છે.
પરંતુ હવે સિરીઝની ત્રીજી વનડે 10 ડિસેમ્બરે ચટગાંવમાં રમાશે.આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે આ ખરાબ સમાચાર સામે આવ્યા છે.બીજી વનડેમાં હાર્યા બાદ કોચ રાહુલ દ્રવિડે આ અપડેટ આપી હતી.તેણે કહ્યું, ‘ચોક્કસપણે કુલદીપ, દીપક અને રોહિત આગામી મેચમાં રમી શકશે નહીં. કુલદીપ અને દીપક સિરીઝમાંથી બહાર છે.રોહિત આગામી મેચ પણ રમી શકશે નહીં.
કોચ દ્રવિડે કહ્યું, ‘તે મુંબઈ પરત ફરશે, જ્યાં નિષ્ણાતો તેની તપાસ કરશે.આ પછી જ ખબર પડશે કે તે ટેસ્ટ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં.પરંતુ આ ત્રણેય સિરીઝની છેલ્લી વનડે રમી શકશે નહીં તે નિશ્ચિત છે.