Site icon Revoi.in

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર,અચાનક ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા

Social Share

દિલ્હી:ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે આ આદેશ જારી કર્યો છે

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી હેડક્વાર્ટરના પ્રભારી અરુણ કુમાર સિંહે સોમવારે ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલવાનો આદેશ જારી કર્યો છે. જે ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલવામાં આવ્યા છે તેમાં મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.

રિકમેન મોમીન મેઘાલય ભાજપના અધ્યક્ષ બન્યા

અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રિકમાન મોમીનને મેઘાલય બીજેપીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે, એસ. એસ સેલવાગનાબાથીને પુડુચેરી બીજેપી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

બેન્જામિન યેપથોમી નાગાલેન્ડ ભાજપના અધ્યક્ષ બન્યા

આ સાથે નાગાલેન્ડમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષને પણ બદલવામાં આવ્યા છે. હવે બેન્જામિન યેપથોમીને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. એટલા માટે પાર્ટી કોઈપણ ભોગે અહીં પ્રવેશ કરવા માંગે છે. આજે થયેલી નિમણૂકોને આ પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે,આગામી 2024 માં લોકસભાની ચૂંટણી યોજવવાની છે. તેને જોતાં બીજેપી દ્વારા તૈયારીઑ શરૂ કરી દેવામાં આવી છે.