હજયાત્રાને લઈને મહિલાઓને મોટી રાહત – હવેથી મહિલાઓ સાથે પુરુષોનું હોવું ફરજિયાત નહી
- હજ કરવા માટે મહેરમનું સાથે હોવું જરુરી નહી
- મહિલાઓને હજમાં મળી મોટી રાહત
દિલ્હીઃ- મુસ્લિમ ધર્મનું પવિત્ર યાત્રા સ્થળ ગણાતા મક્કા મદિનામાં હજ કરવા માટે મહિલાઓ સાથે મહેરમનું હોવું જરુરી હતું, મહેરમ એટલે કે કોઈ પણ મહિલા પુરુષ વિના હજ નહોતી કરી શકતી ,મહિલા સાથે ભઆઈ,પિતા કે પોતાના પતિનું હોવું જરુરી હતું ત્યારે હવે મહિલાઓને આ મામલે મોટી રાહત આપવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવેથી મહિલાઓને હજ કે ઉમરાહ દરમિયાન કોઈ પુરુષ વાલી કે ‘મહેરમ’ને સાથે રાખવાની જરૂર નહીં પડે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ સેવાના સલાહકાર અહેમદ સાલેહ હલાબીએ અરબ ન્યુઝ ને જણાવ્યું હતું કે, હવે કોઈપણ મહિલાને મહેરમ વગર હજ અથવા ઉમરાહ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, તેના બદલે તે મહિલા કોઈ વિશ્વસનીય મહિલા અથવા સુરક્ષા કંપની સાથે હજ કે ઉમરાહ કરવા આવી શકે છે.
એટલે કે હવે મહિલા કોઈ પુરુષની હાજરી વગર કે મદદ વગર હજ કે ઉમરાહ કરી શકશે. આ પરવાનગી તેમના જીવનને સરળ બનાવશે. તેઓ પહેલેથી જ ગંભીર સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને ડઝનબંધ અવરોધોનો સામનો કરી રહ્યા છે.આવી સ્થિતિમાં એકલી રહેતી મહિલાઓ કે છૂટાછેડા થઈ ચૂકેલી કે માતા પિતા વિનાની મહિલાઓ એ ઉમરાહ કે હજ કરવા માટે અનેક અવરોધનો સામનો કરવો પડતો હતો , naજો કે હવે આ નિર્ણયથી મહિલાઓને મોટી રાહત મળી છે.
મંત્રીએ સાઉદી અરેબિયન દૂતાવાસ દ્વારા આયોજિત કાહિરામાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી. એવી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે, જેમાં સવાલ ઉઠી રહ્યો છે કે મહિલાઓ સાથે મહરમ હોવું જરૂરી છે કે નહીં.