1. Home
  2. ગુજરાતી
  3. આર્યન ખાન કેસમાં વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ, 18 કરોડમાં થઈ હતી ડીલ
આર્યન ખાન કેસમાં વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ, 18 કરોડમાં થઈ હતી ડીલ

આર્યન ખાન કેસમાં વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ, 18 કરોડમાં થઈ હતી ડીલ

0
Social Share
  • આર્યન ખાન કેસમાં મોટો ખુલાસો
  • વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ

દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનના પુક્ર આર્.ન ખાન સામે ડ્રગ્સ કેસ ચાલ્યો હતો તેના પુત્રને ઘણા દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો જો કે આ કેસ મામલે સમીર વાનખેડે સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે તેના વિરુદ્ધની ફરિયાદમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ 12 મેના દિવસે, સમીર વાનખેડે વિરુદ્ધ એક મોટી કાર્યવાહીમાં, સીબીઆઈએ તેના પરિસરમાં દરોડા પાડ્યા હતા. સીબીઆઈની ટીમે વાનખેડેની તેમના મુંબઈના ઘરે 13 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. સીબીઆઈના અધિકારીઓ વાનખેડેના પિતા, સસરા અને બહેનના ઘરે પણ પહોંચ્યા હતા જ્યાં સમીર વાનખેડેને લગતા અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે  આર્યન ખાન કેસમાં પૂર્વ એનસીબી ઓફિસર સમીર વાનખેડેની હવે મુશ્મુકેલી વધતી જ જઈ રહી છે જે અટકવાનું નામ નથી લઈ રહી શ્કે CBIએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં સમીર વાનખેડે પર અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવાના બદલામાં 25 કરોડની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.

ફરીયાદના આધારે સમીર વાનખેડેના કહેવા પર ગોસાવીએ આર્યન ખાન કેસમાં 25 કરોડની માંગણી કરી હતી. આ રકમના બદલે આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી.અને તેને મૂક્ત કરવાની વાત કરવામાં આવી હતી એટલે કે આર્યન ખઆનને ફસાવવા માટે સમીર વાનખેડેએ મોટી રકમ લીધી હતી.

આ સહીત સમીર વાનખેડેએ ગોસાવીને સોદા માટે પૈસાના મામલે સંપૂર્ણ છૂટ આપી હતી. ગોસાવીએ 18 કરોડમાં ડીલની પુષ્ટિ કરી હતી. એટલું જ નહીં ગોસાવીએ એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા.આ અગાઉ સમીર વાનખેડે સામે તપાસ હાથ ઘરવામાં આવી હતી જેમાં  વાનખેડેએ પણ પોતાની વિદેશ યાત્રા વિશે સાચી માહિતી આપી ન હતી. તેણે તેની મોંઘી ઘડિયાળ અને કપડાં વિશે પણ સત્ય છુપાવ્યું હતું.ત્યારે હવે તેના પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code