1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-આબુ હાઈવે પર ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત
પાલનપુર-આબુ હાઈવે પર ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત

પાલનપુર-આબુ હાઈવે પર ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું મોત

0
Social Share
  • પાલનપુરના ચિત્રાસણી નજીક બન્યો બનાવ,
  • અકસ્માતમાં એકને ગંભીર ઈજા,
  • ઘટના સ્થળે લોકો એકઠા થઈ જતા ટ્રાફિક જામ

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ પાલનપુર-આબુ હાઈવે પર ચિત્રાસણી ગામ પાસે બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે જતા ટ્રક-ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, પાલનપુર આબુ હાઇવે પર ચિત્રાસણી ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રક-ટેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરે ટક્કર મારતા બે બાઈક સવારો રોડ પર પટકાયા હતા. જેમાં એક બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

પાલનપુર હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. તાજેતરમાં પાલનપુર આબુ હાઇવે પર રાત્રિ દરમિયાન ઇકબાલગઢ નજીક એક શાકભાજી ભરેલું પીકઅપ ડાલુ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પીકઅપ ડાલા પાછળનું ટાયર નીકળી જતા બેકાબુ બનેલું પીકઅપ ડિવાઈડર સાથે ટકરાઈને ત્રણ પલટી મારી ગયું હતું. જેના કારણે પીકઅપ ડાલામાં રહેલ શાકભાજી રોડ ઉપર પથરાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code