Site icon Revoi.in

કચ્છના નાના રણમાં જોવા મળ્યું પાકિસ્તાનથી આવેલુ પક્ષી

Social Share

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન સીમાથી જોડાયેલો છે. દરમિયાન કચ્છના નાના રણમાં હોબારા નામનું પક્ષી જોવા મળ્યું હતું. એટલું જ નહીં પક્ષીના પગમાં પાકિસ્તાનમાં લગાવવામાં આવેલી રીંગ મળી આવી હતી. જેથી સુરક્ષા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર  વઢવાણ ખાતે રહેતા પક્ષીપ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં વિદેશી પક્ષીને કેદ કર્યું છે. પ્રાથમિક તપાસમાં ટિલલોર નામનું પક્ષી હોવાનું જાણવા મળે છે. આ પક્ષીની પગમાં લીલા રંગની રીંગ જોવા મળી હતી. સમગ્ર મામલે જાણ થતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશી પક્ષીઓની તપાસ અને રિસર્ચ કરતી સંસ્થાઓને પક્ષીની તસવીરો અને વીડિયો મોકલતા વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ હાલતમાં પક્ષી કેમેરામાં કેદ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનથી જે પક્ષીઓ સ્થળાંતર કરે પછી કયાં કયાં ફર્યા તે રૂટની ખબર ન હોય તેવા પક્ષીને પાકિસ્તાનના કલર કોડ પ્રમાણે લીલા કલરની રિંગ પહેરાવાય છે.