એ. રાજાના ‘રામ અમારા દુશ્મન’વાળા નિવેદન પર ભડક્યું ભાજપ, રવિશંકરે પુછયું- રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં?
નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી લોકસભાના સાંસદ રવિશંકર પ્રસાદે એ. રાજાના નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મનું અપમાન કરવું વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાનો એજન્ડા બની ચુક્યો છે. આ તે છે જેઓ 2જી ગોટાળામાં સંડોવાયેલા હતા.
Shri @rsprasad addresses a press conference at BJP headquarters in New Delhi. https://t.co/idQ2lHIK68
— BJP (@BJP4India) March 5, 2024
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સવાલ કર્યો છે કે શું કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી આને યોગ્ય માને છે? શું આ લોકો ભારતમાતાની જયને નથી માનતા? રાહુલ ગાંધી જય મહાદેવ કહેશે કે નહીં ? કોંગ્રેસના લોકો દેખાડા માટે મંદિર જાય છે. ડીએમકેને શું કોઈ અન્ય પંથ પર બોલવાનો અધિકાર છે? રામના દુશ્મન ગણાવવું, શું અન્ય પંથો પર ટીપ્પણી કરી શકે છે?