Site icon Revoi.in

રામનવસી પર થયેલી હિંસા મામલે સીએમ મમતા બેનર્જીને ફટકો, કોલકાતા હાઈકોર્ટ દ્રારા NIA આ મામલાની તપાસ સોંપવામાં આવી

Social Share

દિલ્હીઃ પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છએ, રામનવમીના દિવસે ભડકેલી હિંસામાં હવે આ મામલાની તપાસ કોર્ટ દ્રારા એનઆઈએને સોંપવામાં આવી છે,કલકત્તા હાઈકોર્ટે હાવડા અને દાલખોલા જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના અન્ય ભાગોમાં રામ નવમી દરમિયાન ફાટી નીકળેલી હિંસાની તપાસ એનઆઈએ ને ટ્રાન્સફર કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે  રામ નવમીના અવસરે 30 માર્ચે હાવડા, ઉત્તર દિનાજપુર, ઈસ્લામપુરમાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં એક યુવકનો જીવ પણ ગયો હતો. ત્યાર બાદના દિવસોમાં હાવડા અને રિસડા સિવાય અન્ય ઘણી જગ્યાએ શોભાયાત્રા દરમિયાન આગચંપી અને હિંસાની ઘટનાઓ પણ બની હતી. બંગાળ પોલીસે આ ઘટનાઓના સંબંધમાં 116 લોકોની ધરપકડ કરી હતી અને રાજ્ય સરકારે CIDને તપાસ સોંપી હતી

આ સહીત આ મામલે કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને હનુમાન જયંતિ પહેલા રાજ્યમાં શાંતિ જાળવવા માટે કેન્દ્રીય દળોને તૈનાત કરવા જણાવ્યું હતું.પશ્ચિમ બંગાળમાં રામ નવમી હિંસા પર ચાલી રહેલી સુનાવણી વચ્ચે કલકત્તા હાઈકોર્ટે તપાસને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે.

હવે કોર્ટે આદેશ આપ્યો છે કે હાવડા અને દાલખોલા જિલ્લામાં થયેલી હિંસાની તપાસ એનઆઈએ ને ટ્રાન્સફર કરવામાં આવી છે. મમતા સરકારે આ હિંસાની તપાસ CIDને સોંપી હતી. આ કેસમાં 116 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.તરામ નવમી હિંસા પર પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી વતી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હિંસાની તપાસ એનઆઈએ દ્વારા થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. આ અરજી પર, હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવાગ્નમની અધ્યક્ષતાવાળી બેંચે બંગાળ પોલીસ પાસેથી કેસ એનઆઈએ સોંપવાનો આદેશ આપ્યો.આ સાથે જ હવે હાઈકોર્ટે બંગાળ પોલીસને આ હિંસાની તપાસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો NIAને સોંપવાનો નિર્દેશ આપ્યો છે