Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ રાયગઢ દરિયામાંથી મળી આવી હથિયારો ભરેલી બે શંકાસ્પદ બોટ  – એકે 47 સહિત મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા

Social Share

મુંબઈઃ- દેશભરમાં આતંકવાદીઓ દેશની શઆંતિ ભંગ કરવા માટે હવે દરિયાઈ માર્ગનો આશ્રય લઈ રહ્યા છે ,ઘણી વખતે દરિયામાંથી સંકાસ્પદ બોટ મળી આવતી હોય છે ત્યારે આજરોજ મહારાષ્ટ્રના રાયગઢના દરિયામાંથી હથિયારોથી ભરેલી બોટ પોલીસે જપ્ત કરી છે,જેને જોતા આતંકી ષડંત્ર ચરાયું હોય તેવું લાગી રહ્યું છે.

જો કે આ ષડયંત્ર રાયગઢમાં  નિષ્ણફ બનાવાયું છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસને આ વિસ્તારમાંથી બે શંકાસ્પદ બોટ મળી આવી છે. બોટમાંથી એક AK-47, રાઈફલ, જીવતા કારતુસ અને દારૂગોળો મળી આવ્યો હતો. તેને જોતા રાયગઢ વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

. જન્માષ્ટમીના એક દિવસ પહેલા રાયગઢમાં એક શંકાસ્પદ બોટની શોધ અને બોટમાંથી જંગી માત્રામાં હથિયારોની રિકવરી મોટા પ્રશ્નો સર્જાય રહ્યા છે. કેટલાક લોકો બીજી બોટ દ્વારા રાયગઢમાં પ્રવેશ્યા છે, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ATSએ આ મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ NIAની ટીમ પણ રાયગઢ જવા રવાના થઈ ગઈ છે.

રાયગઢના એસપી અશોકે માહિતી આપી હતી કે પોલીસને હરિહરેશ્વર બીચ પરથી એક શંકાસ્પદ બોટ મળી છે. જ્યારે બોટની તલાશી લેવામાં આવી ત્યારે તેમાંથી એક રાઈફલ, જીવતા કારતૂસ અને દારૂગોળો મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોનું માનવું છે કે આની પાછળ કોઈ મોટું આતંકવાદી ષડયંત્ર હોઈ શકે છે.

જો કે આ જહાજમાં કોઈ વ્યક્તિ સવાર ન હતી. મુંબઈથી 190 કિમીથી વધુ દૂર આવેલા શ્રીવર્ધન વિસ્તારમાં કેટલાક સ્થાનિકોએ બોટને જોઈ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી. હજુ સુધી આ ઘટનામાં કોઈ આતંકવાદી એંગલ જોવા મળ્યો નથી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે 16 મીટર લાંબી બોટમાંથી ત્રણ એકે 47 અને અન્ય હથિયારો મળી આવ્યા છે. તે રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર બીચ નજીક માછીમારોને મળી આવી હતી. કહેવાય રહ્યું છે કે  આ બોટ ઓસ્ટ્રેલિયાની છે, જે યુરોપ થઈને મસ્કત જવાની હતી. પરંતુ તે અહીં કેવી રીતે પહોંચ્યો અને તેમાં હથિયારો કેવી રીતે લાવવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.