Site icon Revoi.in

નાતાલના વૅકેશનને લીધે પ્રવાસન ઉદ્યોગમાં તેજી, પર્યટક સ્થળોએ જવા માટે જબરો ધસારો

Social Share

અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ફરવાના શોખિનોમાં ગુજરાતીઓ મોખરે છે. દિવાળીના તહેવારોમાં બધા હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળે પ્રવાસીઓનો રાફડો ફાટ્યો હતો પરિણામે ધૂમ કમાણી થઈ હતી. ચૂંટણી સમયે  પ્રવાસન ઉદ્યોગમાં વિરામ હતો પણ હવે ફરીથી પ્રવાસનની મોસમ શરૂ થઈ છે. હવે ઠંડા પ્રદેશોમાં સ્નોફોલ માણવા માટે જબરો ઘસારો છે. નાતાલની રજાઓ 25મીથી પડશે ત્યારે ફરવા જવા માટે લોકો થનગની રહ્યા છે.
ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ નાતાલના વેકેશનમાં ગોવા, કુલુ, મનાલી અને કાશ્મીર હોટ ફેવરિટ છે.  નાતાલની રજાઓમાં ગોવા અને દીવ જેવા લૉકેશન ફેવરીટ રહે છે. સ્ટેચ્યું અને સાપુતારા જનારો વર્ગ પણ મોટો છે. કૉન્વેન્ટ સ્કૂલોમાં વૅકેશન પડતું હોવાથી આયોજનો ફટાફટ ગોઠવાઈ રહ્યા છે. એક ટુર ઓપરેટરે જણાવ્યું હતું કે, બે વર્ષથી કોરોનાને કારણે લોકો ઘરમાં પૂરાયા હતા. આ વર્ષની દિવાળીમાં લોકોનો રાફડો ફાટ્યો હતો. અમે 50 બસો ઉપાડી હતી. જોવાલાયક સ્થળ અને પ્રવાસન ક્ષેત્રે એટલો બધો ઘસારો હતો તેને કારણે હૉટેલોના સંચાલકો  ડબલ ભાડાં લેતા હતા. પ્રવાસીઓને લૂંટ્યા હતા મહામારીને લીધે બે વર્ષ સુધી ટ્રાફિકના અભાવે બંધ પડી ગયેલો પ્રવાસન ઉદ્યોગ  હાલ ખીલી ઉઠ્યો છે મંદીની કળ વાળી દે એટલો ઘસારો પ્રવાસીઓનો મળી જતા જોરદાર તેજીનો માહોલ છે. એનઆરઆઈ પણ મોટી સંખ્યામાં આવ્યા છે.
અમદાવાદના અન્ય એક ટુર ઓપરેટરના કહેવા મુજબ હવે  ઇન્ટરનેશનલ ટુરનું પણ મહત્વ વધ્યું છે. હનીમૂન પૅકેજ, સ્કૂલ ટુર, વાકિંગ શોર્ટ ટૂર, વુમન સ્પેશીયલ ટુર, એડવેન્ચર ટુર, લક્ઝરીયસ ટૂર અને સિનિયર સિરીઝન ટુર્સનું ચલણ વધ્યું છે. આવી ટૂર એક અઠવાડિયા માટે હોય છે. ઉનાળો શરૂ થતાં મેમાં હવે ચારધામ યાત્રા શરૂ થશે. હાલ આદામાન નિકોબાર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાના ગભરાટથી લોકો નજીકની ટૂર પસંદ કરતા થઇ ગયા છે. માઉન્ટ આબુમા ટ્રેન અને બસની સુવિધા વધારે છે એટલે લોકો જાતે જ પહોંચી જાય છે. ઘણા લોકો હવે ડ્રાઈવ કરીને પણ આવા ડેસ્ટીનેશન પર પહોંચી રહ્યા છે. ભારે ઠંડકમાં માઉન્ટ આબુ જનારા લોકોની સંખ્યા પણ વધી જાય છે. હવે 31 ડિસેમ્બરનો દિવસ નજીક આવતા હવે ફ્લાઇટના ભાડાં પણ વધવા લાગ્યા છે. ગોવા, હિમાચલ અને કાશ્મીરના ભાડાં આસમાને છે.