અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી પાસે 10 મહિના પહેલા બનાવેલા બ્રિજમાં ગાબડું પડ્યું
લીંબડીઃ ગુજરાતમાં નવા જ બનાવેલી બ્રિજ પર ગાબડાંઓ પડી રહ્યા છે. ત્યારે બ્રિજ બનાવનારા કોન્ટ્રક્ટરો અને અધિકારીઓ સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. એક હજાર કરોડના ખર્ચે બનાવેલા દ્વારકાના સુંદર્શન બ્રીજ પર તાજેતરમાં ત્રણ જગ્યાએ ગાબડું પડતા સળીયા દેખાવા લાગ્યા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ પર ગાબડું પડતા સળીયા દેખાવા લાગ્યા હતા. જેમાં અંદાજે 8થી 10 ફૂટ લંબાઈનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના હાઈવે બ્રિજ પર ગાબડું પડતા કારનો અકસ્માત સર્જાતા રહી ગયો હતો.
દ્વારકામાં આવેલા સુંદર્શન બ્રિજ પર પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે પુલનું દબદબાભેર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ બ્રિજ પર પાંચ જ મહિનાના સમયગાળામાં ત્રણ જગ્યાએ ભ્રષ્ટાચારના ગાબડાં પડતા હતા. આ બ્રિજ પર ત્રણ જગ્યાએ સળીયા દેખાવા લાગતા તંત્રમા દોડધામ મચી હતી. ત્યારે આ ઘટના હજી તાજી છે. ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ગાબડું જોવા મળ્યું હતું. જેમાં અંદાજે 8થી 10 ફૂટ લંબાઈનું ગાબડુ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. માત્ર 10 મહિના પહેલા જ કરોડોના ખર્યો બનાવેલા બ્રિજ પર ગાબડાં પડતા અને સળિયા દેખાવા લાગતા ઉંઘમાંથી સફાળા જાગેલા તંત્ર દ્વારા બેરિકેટ મૂકી ગાબડાનુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યુ છે. લીંબડી સર્કલ પાસે આવેલા ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર ગાબડું પડતા એકબાજુનો પૂલ હાલમાં બંધ કરી યુદ્વના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા લીંબડી હાઇવે સર્કલ નજીકના ઓવરબ્રિજ પર 10 ફૂટથી વધુ પહોળું ગાબડું પડ્યું છે. હજુ 10 મહિના પહેલાં જ આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજના સળિયા દેખાઈ જતાં એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. આ બ્રિજ પર ગાબડું પડતા કારનો અકસ્માત થતાં રહી ગયો હતો. રાત્રીના 2:30 વાગ્યાની આસપાસ વિવેક વાઘેલા નામનો યુવાન તેમના પરિવાર સાથે કારમાં નિકળ્યો હતો અને તેની કારનું ટાયર બ્રિજ પર પડેલા ખાડામાં આવી જતા કાર ઉછળી હતી અને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જોકે કાર કાબુ થઇ ગઇ હતી. પરંતુ તેમાં નુકશાન થયું હતું. પરિવારના સભ્યોને સદનસીબે કોઇ ઇજા થઇ ન હતી.