અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંચાલિત ‘ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’,મહેસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ઉત્સવ ડી.ગઢિયાએ પેટન્ટ ક્ષેત્રે એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક મુસાફરી માટે કારના સસ્પેન્સનને ચાલુકારે જ કારનોચાલક એડજેસ્ટ કરી શકે તેવી એવી ટેકનોલોજીની શોધ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ભારતીય બજારમાં મળતી મોટાભાગની હેચબેક સિરીઝની કારમાં વપરાતા પરંપરાગત સસ્પેન્શનને કારણે જો 4 અથવા તેનાથી વધુ પેસેન્જર બેઠાં હોય તો સસ્પેન્શન જરૂર કરતાં વધારે દબાઈ જાય છે. જેથી મુસાફરી દરમિયાન રસ્તા પરના ખાડા અથવા ઉબડ ખાબડ સપાટીને લીધે ગાડીમાં બેઠેલા પેસેન્જરને વધારે થડકો (impact)આવવાની શક્યતા રહે છે.જેના પરિણામે ગાડીમાં બેઠેલા પેસેન્જર લાંબી સફરના અંતે વધારે થાક અનુભવે છે. વધુમા સસ્પેન્શનના વધારે પડતા કમ્પ્રેશન (દબાણ)ને લીધે વાહનની ડાયનેમિક સ્ટેબિલિટી માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે, આ પ્રશ્નના નિરાકરણ માટે ડો.ઉત્સવ ગઢીઆએ નવા પ્રકારના અડજસ્ટેબલ સસ્પેન્શનને ડેવલોપ કરી તેના ઉપર પેટન્ટ લીધેલ છે.તેઓના કહેવા પ્રમાણે નવા કન્સેપ્ટના સસ્પેન્શનમાં સસ્પેન્શનની સ્ટીફનેસને ઇલેક્ટ્રોનિકલી એડજસ્ટ કરી બદલી શકાય છે. જેના તમામ કંટ્રોલ ડ્રાઈવર પાસે હશે અને ડ્રાઈવર રોડની કન્ડિશન અને પેસેન્જરની સંખ્યા પ્રમાણે સસ્પેન્શનની સ્ટીફનેસ બદલી શકશે.આ પેટન્ટે ટેકનોલોજીના સસ્પેન્શનથી હાલની સમસ્યા ને સરેરાશ 40% થી 60 ટકા સુધી હળવી કરવામાં મદદ મળશે.
પ્રો.ઉત્સવ ગઢિયાએ “ઓટોમોબાઇલ સસ્પેન્સન સીસ્ટમ વીથ એડજેસ્ટેબલ સ્ટીફનેસ” શિર્ષક તળે પોતાના મૌલિક સંશોધનુ રજીસ્ટ્રેશન કરાવવા માટે ભારત સરકારના પેટંટ ખાતામાં રજૂઆત કરી હતી. આ અંગે યોગ્ય,ઉંડી અને કાળજીપૂર્વકની ચકાસણી બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રા.ડો. ગઢિયાએ કરેલા સંશોધનને યોગ્ય ગણીને તા.8મી જાન્યુઆરી,2024ના દિવસે તેને બહાલી આપવામાં આવી હતી.આ સંશોધન પેટંટ માટે રજુઆત કર્યાની તારીખથી એટલે કે તા.30, ડિસેમ્બર, 2019થી મંજૂર ગણવાનું પણ ઠરાવવામાં આવ્યું છે.આવા સફળ આને ગૌરવવંતા સંશોધન બદલ કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર, કુલસચિવ ડો.કે.એન.ખેર અને સંસ્થાના આચાર્ય .ડો.ચિરાગ વિભાકરે પ્રા.ડો. ઉત્સવ ગાંધીને અભિનંદન પાઠવ્યા હતા.