કાર ખરાબ થાય તે પહેલા આપે છે સંકેત, તેની લાઇટ્સ પરથી સમજશો તો અધવચ્ચે અટવાશો નહીં
જેમ જેમ ટેકનોલોજી સસ્તી થઈ રહી છે તેમ તેમ કારોમાં સુરક્ષાને લઇ કેટલાક ફીચર એડ થઈ રહ્યા છે. લો બજેટ કારોમાં પણ કેટલીક વોર્નિંગ લાઈટ આપવામાં આવે છે. આ લાઈટો તમારી મુસાફરી સુગમ બની રહે તે માટે આપવામાં આવી હોય છે. જેથી ડ્રાઈવિંગ દરમિયાન ક્યારેય નીચે જણાવેલ લાઈટોને અવોઈડ ન કરો, નહીં તો તમારી કાર ખરાબ થઈ શકે છે.
ABS લાઈટ
જો તમારી કારના ડેશબોર્ડ પર આ લાઈટ થાય છે તો માની લેવું કે તમારા ABS સિસ્ટમમાં કંઇક ખરાબી થઈ છે. ABS સિસ્ટમ બ્રેકિંગ સિસ્ટમને સુચારુ બનાવવાનું કામ કરે છે.
ઓઇલ પ્રેશર લાઈટ
જો તમારા સ્પીડોમીટરની પાસે આ લાઈટ થાય તો સમજી જવું કે તમને ઓઇલના પ્રેશરની વોર્નિંગ મળી રહી છે. આ લાઈટ ત્યારે જ થાય છે જ્યારે ઓઇલ પ્રેશર ઘટે કે કોઈ ખરાબી આવે છે. કેટલીક કારોમાં સાઈન બતાવે છે તો કેટલીક કારોમાં Oil લખાઈને આવે છે.
એન્જિન ટેમ્પ્રેચર લાઈટ
જો તમારી કારમાં આ લાઈટ થાય છે તો માની લેવું કે તમારી કાર ઓવરહીટ થઈ રહી છે. તમારી ગાડી બગડે કે બંધ પડે એના પેહલા તમારે યોગ્ય પગલાં લેવા જોઈએ. મોટા ભાગે આ પ્રોબ્લેમ કૂલંટના કારણે આવતો હોય છે.
બ્રેક લાઈટ
કારના ડેશબોર્ડ પર આ લાઈટ થાય તો ચેતી જવું, કેમ કે આ લાઈટ કારની બ્રેકિંગ સિસ્ટમમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે જ થાય છે. તમારી હેન્ડ બ્રેક એક્ટિવ હોય ત્યારે પણ આ લાઈટ થઈ શકે છે. જો તમે હેન્ડ બ્રેક એક્ટિવ રાખીને કાર ચલાવ્યા રાખો છો તો તમારી હેન્ડ બ્રેક ખરાબ થઈ શકે છે.
ટાયર પ્રેશર લાઈટ
આ ફીચર કેટલીક કારોમાં જ આપવામાં આવે છે. જો તમારી કારના ડેશબોર્ડ પર આ લાઈટ થાય છે તો સમજી જવું કે તમારા ટાયરમાં હવાનું પ્રેશર બરાબર નથી.