અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર રાત્રે અકસ્માત જોવા ઊભેલા લોકોના ટોળાં પર કાર ફરી વળી, 9નાં મોત
અમદાવાદઃ શહેરમાં મધરાત બાદ ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની પાછળ પૂરફાટ ઝડપે જતી મહિન્દ્રા થાર કાર ધડાકા સાથે ધૂંસી ગઈ હતી. આ અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસ પણ દોડી આવી હતી. મહેન્દ્ર કંપનીની થાર કાર નવી હોવાથી એનો આરટીઓનો નંબર પણ કાર પર લગાવેલો ન હોવાથી પોલીસ તપાસ કરી રહી હતી. અને લોકો પણ હાઈવે પર ટોળે વળેલા હતા. ત્યારે આ સમયે પૂરફાટ ઝડપે આવેલી જગુઆર કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ટોળાં પર ધસી ગઈ હતી.જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત નવના મોત નિપજ્યા હતા જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચતા તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડા. હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ રાત્રે પેટ્રોલિગમાં નિકળેલી પોલીસ પણ દોડી આવી હતી. અકસ્માત સ્થળે લોકો ટોળેવળી ગયા હતા. ત્યારે આ સમયે પાછળથી 160 કિમીથી વધુની ઝડપે આવેલી જગુઆર કારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાં પર ફરી વળી હતી. જેમાં પાલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને લાવવામાં આવ્યા છે.
આ અંગે ટ્રાફિક વિભાગના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બનાવમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયો છે.
શહેરના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માત અકસ્માતને નજરે જોનારા લોકોના કહેવા મુજબ ઇસ્કોન બ્રિજ ઉપર ડમ્પર સાથે થાર ગાડીનો અકસ્માત થયો હતો. જે અકસ્માત જોવા માટે અને મદદ માટે લોકો એકઠા થયા હતા તે દરમિયાનમાં ખૂબ જ સ્પીડમાં એક કાર આવી હતી અને ત્યાં અકસ્માત જોવા ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હતી તો કેટલાક લોકોના ત્યાં મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે લોકોમાં નાસભાગ અને બુમાબુમ મચી ગઈ હતી,