કારનું સ્ટીયરિંગ વ્હીલ ખરાબ થતા પહેલા આપે છે સંકેત, ધ્યાન ન આપ્યું તો થશે નુકશાન
આજકાલ ઘણા લોકોને કારની જાણકારી રાખે છે. માર્કેટમાં એકથી એક નવી કાર આવે છે. પણ ઘણા લોકોને કારના ઉપકરણો વિશે સરખી રીતે જાણતા નથી. કારનું સ્ટીયરિંગ વ્હીલ ગાડી ચલવવા માટે ખુબ જ જરૂરી છે.
• સ્ટીયરિંગ વ્હીલમાંથી અવાજ
કાર ચલાવતી વખતે સ્ટીયરિંગ વ્હીલમાંથી જોરથી અવાજ આવે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં અવાજ કોઈ મોટી ખરાબી તરફ ઈશારો કરે છે. જ્યારે અવાજ આવવા લાગે, ત્યારે તરત જ કોઈ મિકેનિક દ્વારા તેને ચેક કરાવો.
• સ્ટીયરિંગ વ્હીલમાં વાઈબ્રેશન
કારના સ્ટીયરિંગ વ્હીલમાંથી સહેજ અથવા ખૂબ જ મજબૂત વાઇબ્રેશન આવવા લાગે તો ભૂલથી પણ તેને નઝરઅંદાજ કરશો નહીં. આમ કરવાથી પાછળથી મોટો ખર્ચ થઈ શકે છે. આવી સ્થિતિમાં કાર ચલાવવાનું ટાળવું જોઈએ. ઉપરાંત, શક્ય તેટલી વહેલી તકે મિકેનિક દ્વારા તેની તપાસ કરવી જોઈએ.
• સ્ટીયરિંગ વ્હીલ થઈ જાય સખત
સ્ટીયરિંગ વ્હીલ ફેરવતી વખતે સ્ટીયરિંગ થોડુંક પણ સખત થઈ જાય, તો થોડી પણ વાર કર્યા વગર મિકેનિક દ્વારા તેની તપાસ કરાવો. આવામાં કારને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો. આવામાં કાર ચલાવવાનો પ્રયાસ કરો છો, તો અકસ્માત થઈ શકે છે.
• ફ્લ્યૂડનું સ્તર ઓછું થવું
સ્ટીયરીંગ વ્હીલનું ફ્લ્યૂડ ઓછું થાય તો પણ સ્ટીયરીંગ વ્હીલમાંથી અવાજ આવે છે. આવામાં ફ્લ્યૂડનું સ્તર એકવાર ચેક કરવું જોઈએ. તમને તેના વિશે કોઈ જાણકારી નથી તો કોઈ સારા મિકેનિકની મદદ લઈ શકો છો.