મહારાષ્ટ્રના પૂણેમાં ઝિકા વાયરસનો કેસ નોંધાયો – હાલ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ
- મહારાષ્ટ્રના પૂણેમાં નોંધાયો ઝિંકા વાયરસનો કેસ
- વ્યક્તિ વિતેલા મહિને ગુજરાત આવ્યો હતો
મહારાષ્ટ્રના પૂણેમાંથી ઝિંકા વાયરસનો કેસ નોંધાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.માહિતી મળી રહી છે કે ઝિકા વાયરસથી 67 વર્ષિય સંક્રમિત વ્યક્તમાં 16 નવેમ્બરના રોજ, દર્દી તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાકના લક્ષણો હતા ત્યાર બાદ તેની તબિયત સારી ન જણાતા તેને હોસ્પિટલમાં સારવાર લાવવામાં આવ્યો હતો જ્યા 18 નવેમ્બરે એક ખાનગી લેબ તેના નમુના પરિક્ષણમાં મોકવાતા તેમાં ઝિકા વાયરસ મળી આવ્યો હતો.
બીજી તરફ, 30 નવેમ્બરે NIV પુણેમાં તપાસ દરમિયાન દર્દીને ઝિકાથી સંક્રમણ લાગ્યું હોવાની પુષ્ટિ કરવામાં આવી થે. 22 નવેમ્બરના રોજ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં રોગ નિયંત્રણ કાર્ય યોજના શરૂ કરવામાં આવી હતી. દર્દીની આસપાસના ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ આ વિસ્તારમાં અન્ય કોઈ શંકાસ્પદ દર્દીની પુષ્ટિ થઈ ન હતી.
જો કે સર્વે કરતા વ્યક્તિના ઘરની આસપાસ અહીં એડીસ મચ્છરોની બ્રીડીંગ જોવા મળી નથી. ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મૂળ નાસિકનો છે અને 6 નવેમ્બરે પુણે આવ્યો હતો. અગાઉ તેઓ 22 ઓક્ટોબરે સુરત ગયો હતો. હાલમાં, દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેનામાં કોઈ લક્ષણો નથી.ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન આ વર્ષે જુલાઈમાં મુંબઈ નજીક પાલઘર જિલ્લામાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવી હતી.