સાહિન મુલતાની-
- સ્ટિલના વાસણ પરનો કાટ કેરોસીનથી કરો દૂક
- કાંચના વાસણ પર લીબું અને સોડાખાર લગાવીને સાફ કરો
સામાન્ય રીતે રસોઈ ઘરમાં ગૃહિણીઓને અવનવા વાસણો વસાવાનો શોખ હોય છે,જેમાં ખાસ કરીને સ્ટિલના ડિનર સેટ અને કાંચ કે પ્લાસ્ટિક કે પછી ફાયબરના ડિનર સેટનો વધુ ક્રેઝ હોય છે, મહેમાનોને નવા ડિનર સેટમાં જમાવડાનો સૌ કોઈના ઘરમાં રીત રીવાજ હોય છે,જો કે કેટલાક વાસણોમાં પીળાશ વાળા ડાધા પડી જતા હોય છે,ત્યારે આ ડાઘાને કઈ રીતે દૂર કરવા તેની ટિપ્સ જોઈશું.
કોઈ પણ વાસણના સેટમાં એક કે બે વાસણ પર ડાઘ પડી જાય તો તે વાસણનો આખો સેટ વિખોળાઈ જાય છે, અને સાથે જ એ વાસણને ફેંકવાનો પણ આપણો જીવ ચાલતો નથી આવા સમયે એજ વાસણને ક્લિન કરી તેના ડાઘ દૂર કરીને ઉપયોગમાં લઈને વાસણના સેટને પુરો કરી શકાય છે.
બ્લિચિંગનો પાવડર કે પાણીઃ- જો કાંચના વાસણો પર ડાધ પડ્યા હોય ,જેમાં ખાસ કરીને જમવાના તેલના ડાધ કે કોઈ અન્ય ડાધ પડ્યા હોય ત્યારે બ્લિચિંગ મહત્વનો ભાગ ભજવે છે, આ માટે કાચના પ્લેન વાસણમાં ડાધ પડ્યા હોય ત્યારે આ ટ્રિક અજમાવવી જોઈએ.
એક મોટા વાસણમાં બ્લિચિંગનું પાણી કે પાવડર નાખીને તેમાં 10 મિનિટ સુધી વાસણને પલાળઈ રાખો ત્યાર બાદ વાસણને કોટનના કપડા વડે ઘસી લો આમ કરવાથી વાસણ પરના ડાધા દૂર થશે.
લીબુંના ફૂલ અને સોડા ખારઃ- જો પ્લાસ્ટિકના વાસણમાં રસોઈના કે તેલના ડાધ પડ્યા હોય ત્યારે તેને લીબુંના ફૂરક અને સોડાખારના મિશ્રણથી દૂર કરી શકાય છે.
આ માટે સૌ પ્રથમ એક પ્લેટમાં સોડા ખાર અને લીબુંના ફૂલનું મિશ્રણ પાણી નાખીને તૈયાર કરવું ત્યાર બાદ જ્યાં વાસણ પર ડાધ પડ્યા હોય ત્યા તેને અપ્લાય કરી 3 થી 5 મિનિટ રહેવાલો, પછી કોટનના કાપડ વજે તેને સાફ કરીલો આમ કરવાથી તેલના પીળા ડાઘા દૂક થશે.
કેરોસીન કે પેટ્રોલઃ- જો સ્ટિલના વાસણ પર કાંટના ડાધ કે પછી કાળાશ જાનમી ગઈ હોય ત્યારે કેરોસીન(ધાસતેલ) કે પેટ્રોલની મદદથી તેને દૂર કરી શકાય છે.
આ માટે જ્યા કાંટ લાગ્યો હોય ત્યા કોટનના કપડા કે રુ વડે કેરોસીન કે પેટ્રોલ વડે ધસવું આમ કરીને 2 મિનિટ સુધી એમજ રહેવાદો ત્યાર બાદ તેને સાફ કરીલો .આ બન્નેની મદદથી કાંટના ડાધ દૂક થાય છે.જો કે ત્યાર બાદ વાસણના લિક્વિડથી બરાબર વાસણ સાફ કરવા નહી તો પેટ્રોલ કે કેરોસીનની વાસણમાં સ્મેલ આવી શકે છે.