- હેલિકોપ્ટરના બે પાયલટ સહિત 3 વ્યક્તિ ગુમ
- એક મરજીવાને બચાલી લેવાયો
અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલિકોપ્ટર અરબ સાગરમાં દૂર્ઘટનાનો ભોગ બન્યાનું જાણવા મળે છે. પોરબંદર નજીક અરબ સાગરમાં મદદ માટે ગયેલુ કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં બે પાયલોટ સહિત 3 વ્યક્તિ ગુમ થયા હતા. હેલિકોપ્ટરમાં ચાર વ્યક્તિ સવાર હતા જે પૈકી એકને બચાવી લેવામાં આવ્યાં છે. અરબ સાગરમાં હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. જે વ્યક્તિને બચાવવામાં આવી છે જે મરજીવો હોવાનું જાણવા મળે છે અને તેની હાલત સ્થિર છે.
ભારતીય કોસ્ટગાર્ડએ જણાવ્યું હતું કે, અરબ સાગરમાં ફસાયેલા એક જહાજ દ્વારા મદદ માટે મેસેજ આવ્યો છે. જહાજમાં ફસાયેલા લોકો બહાર કાઢવા માટે હેલિકોપ્ટર ગયું હતું, ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. હાલ ગુમ થયેલા બેંને પાયલોટ અને એક મરજીવાને શોધવા માટે સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા ચાર જહાજ અને બે એરક્રાફ્ટની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આશા છે કે, ત્રણેયને ઝડપથી શોધી લેવામાં આવશે.
કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર ઈન્ડિયન કોસ્ટગાર્ડના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરએ ગુજરાતમાં તોફાની વાતાવરણમાં અત્યાર સુધીમાં 67 લોકોના જીવ બચાવ્યાં છે. સોમવારે રાતના ભારતીય ઝંડાવાળા મોટર ટેન્કર હરી લીલા જહાજ પર ઘાલયલ ક્રુ મેમ્બર્સને મેડિકલ સ્થળાંતર માટે મોકલવામાં આવ્યું હતું. આ જહાજ પોરબંદરના દરિયાથી 45 કિમી દૂર અરબ સાગરમાં હતું. આ જહાજના માસ્ટર દ્વારા મદદ માટે વિનંતી કરી હતી. હેલિકોપ્ટરમાં ચાર લોકો સવાર હતા. ઓરપેશન દરમિયાન હેલિકોપ્ટરને મજબુરીથી સમુદ્રમાં લેન્ડીંગ કરવું પડ્યું હતું. એક ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય 3 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટરના કાટમાળ મળી આવ્યો છે. આ દૂર્ઘટના ત્યારે બની જ્યારે હેલિકોપ્ટર સ્થળાંતર પાસે જહાજ પાસે આવ્યું હતું. હાલ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.