Site icon Revoi.in

મુંબઈ શહેરની એક કોલેજે હવે ક્લાસરુમમાં હિજાબ , બુરખો પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો

Social Share

મુંબઈઃ- છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ કર્ણટાકમાં હિજાબ વિવાદ મામલો ભારે વિવાદમાં હતો ત્યાર બાદ અનેક શહેરોમાં આ વિવાદ છેડાયો હતો જો કે હવે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિતિ એક કોલેજે ક્લાસરુમમાં બુરખો હિજાબ કે નકાબ પહેરવા પર પ્રતિબંઘ જાહેર કર્યો છે.

મુંબઈના ચેમ્બુરની એક કોલેજે બુધવારે તેમના ડ્રેસ પોલિસીને ટાંકીને કેમ્પસમાં બુરખા, હિજાબ અને સ્કાર્ફ પર આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બાબતની જાણ થતાં જ કેટલીક વિદ્યાર્થીનીઓના સંબંધીઓએ કોલેજની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
જો કે આ બબાતને લઈને હવે તે જ સમયે, કોલેજના પ્રિન્સિપાલનું કહેવું છે કે  આ સંદર્ભે પરિવાર સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને નિર્ણય વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે એટલે કોઈ પ્રકારના વિરોધનો મામલો જ નથી.
કહેવામાં આવી રહ્યું છે કે  કોલેજ દ્રારા આપવામાં આવેલા આ નિર્ણય બાદ  કેટલીક વિદ્યાર્થીનીઓના સંબંધીઓએ એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજના ગેટ સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વાલીઓ તેમજ કોલેજ સત્તાવાળાઓને વચ્ચે શાંતિની અપીલ કરી મામલે ઠાળે પાડ્યો હતો.
આ સહીત વિતેલા દિવસને બુધવાર સાંજ સુધીમાં, કોલેજે એક નિવેદન બહાર પાડીને ગર્લ સ્ટુડન્ટ્સ માટે કેટલાક શરતી નિયમોની સ્પષ્ટતા કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ વિદ્યા ગૌરી લેલેએ જણાવ્યું હતું કે કોલેજે આ વર્ષે ડ્રેસ કોડ લાગુ કર્યો છે અને વાલીઓને નિયમો વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી.

એટલું જ નહી તેમણે  વધુમાં એમ પણ સ્પષ્ટતા કરી હતી કે  કે 1 મેના રોજ અમે આ નવી ડ્રેસ કોડ નીતિ અંગે ચર્ચા કરવા માટે વાલીઓ સાથે બેઠક કરી હતી. અમે બુરખા, હિજાબ, સ્કાર્ફ અને સ્ટીકર પર પ્રતિબંધ સહિત દરેક બાબતની જાણકારી આપી. તે સમયે બધાએ ડ્રેસ કોડ પર સહમતિ દર્શાવી હતી. પરંતુ હવે તેઓ વિરોધ કરી રહ્યા છે આ બબાત ખોટી કહેવાય,