Site icon Revoi.in

રામ મંદિરના નિર્માણ માટે નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું

Social Share

દિલ્હીઃ-અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ પુર જોરશોરથી શરુ કરવામાં આવી ચૂકી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી  હતી. આ બેઠકમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પાયાની રચનાની સમીક્ષા અને ભલામણ અંગે સંબંધિત વિસ્તારના એન્જિનિયરોની પેટા સમિતિની રચના કરવામાં આવી હતી.

રામ મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલી આ સમિતિમાં દેશના ટોચના એન્જિનિયરોને રાખવામાં આવ્યા છે. આ સમિતિ આવનારી 15 ડિસેમ્બરના રોજ મંદિરના નિર્માણ અંગેનો સમગ્ર અહેવાલ રજૂ કરશે. આ સમિતિનો હેતુ વિવિધ ભૂ-તકનીકી સૂચનોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળા અને દીર્ધાયુષ્ય સાથે મંદિરનું નિર્માણ કરવાનો છે.

આ મંદિર નિર્માણ સમિતિના પસંદ કરવામાં આવેલા નિષ્ણાંતોના  નામ આ પ્રમાણે છે

ઉલ્લખનીય છે કે રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, દેશવાસીઓ રામ મંદિરને લઈને ઘણા ઉત્સાહિત છે,દેશના પ્રધાન મંત્રી મોદીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો જે એક ઐતિહાસિક ક્ષણ ગણાય છે, આવનારા વર્ષોમાં આ એક ઈતિહાસ રચાશે.

સાહિન-