Site icon Revoi.in

હાથરસ દૂર્ઘટનાની ન્યાયીક તપાસ માટે હાઈકોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં સમિતિ બનાવાશે

Social Share

લખનૌઃ હાથરસ દૂર્ઘટનાના પીડિતો સાથે મુલાકાત બાદ સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવશે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષમાં સમિતિ તપાસ કરશે. આ તપાસ સમિતિ એ સુનિશ્ચિત કરશે કે જે પણ દોષિત છે તેને સજા થાય અને આવા અકસ્માતો ફરી ન બને તે માટે સૂચનો અને એસઓપી બનાવી શકાય.

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે આવા કાર્યક્રમોની વ્યવસ્થા ત્યાં તૈનાત સેવકોના હાથમાં હોય છે. જો આ અકસ્માત હતો તો સેવા કર્મચારીઓએ તેમની વ્યવસ્થા મજબૂત કરવી જોઈતી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે વહીવટીતંત્રની સાથે સેવાકર્મીઓએ મદદ માટે આગળ આવવું જોઈતું હતું, પરંતુ સેવાકર્મીઓ ત્યાંથી ભાગી ગયા હતા. બાબા વિરુદ્ધ એફઆઈઆરના સવાલ પર યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘આયોજકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધશે, તેના કાર્યક્ષેત્રમાં આવનાર કોઈપણ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ‘આ દુ:ખદ અને દર્દનાક ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે માટે સરકારી સ્તરે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ રાહત અને બચાવ કામગીરી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 121 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જેઓ યુપી તેમજ હરિયાણા, રાજસ્થાન અને એમપીના રહેવાસી હતા. યુપીમાં હાથરસ, બદાઉન, કાસગંજ, અલીગઢ, એટા, લલિતપુર, આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, ગૌતમ બુદ્ધ નગર સહિત 16 જિલ્લાના શ્રદ્ધાળુઓ પણ અકસ્માતનો ભોગ બન્યા છે. 121માંથી 6 મૃતકો અન્ય રાજ્યોના હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાથરસ, એટાહ, આગ્રાની હોસ્પિટલમાં 31 ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેઓ ઠીક છે. તેમની સાથે વાત પણ કરી છે. બધાએ કહ્યું કે આ દુર્ઘટના કાર્યક્રમ પછી થઈ હતી, આ પછી તેમનો કાફલો આવતાની સાથે જ તેઓ આગળ વધ્યા ત્યારે ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. તેને સ્પર્શ કરવા ગયો હતો. લોકો એકબીજા પર પડ્યાં હતા. ગાર્ડ પણ લોકોને ધક્કો મારતા રહ્યા હતા. સૌથી દુઃખદ પાસું એ હતું કે, સેવકોએ વહીવટીતંત્રને અંદર પ્રવેશવા દીધો ન હતો. શરૂઆતમાં તેઓએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને મોટાભાગના સેવકો ભાગી ગયા હતા. એડીજી આગ્રાની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેણે અહેવાલ આપ્યો છે અને આ ઘટનાના ઊંડાણપૂર્વક તપાસ માટે કહેવામાં આવ્યું છે.